ભાજપમાં જોડાવાની તેજ અટકળો વચ્ચે કમલનાથે ચિત્ર કર્યુ સ્પષ્ટ, જાણો શું કહ્યું?

19 February, 2024 05:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કમલનાથ આ દિવસોમાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાની અટકળોને કારણે ચર્ચામાં છે. આ અટકળો વચ્ચે કમલનાથે પોતાની ટીમ સાથે વાત કરી હતી.

કમલનાથ (ફાઈલ ફોટો)

Kamal Nath: કમલનાથ આ દિવસોમાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાની અટકળોને કારણે ચર્ચામાં છે. આ અટકળો વચ્ચે કમલનાથે પોતાની ટીમ સાથે વાત કરી હતી. આ બેઠક બાદ મનોજ માલવેએ કહ્યું કે કમલનાથે તેમનું આખું જીવન કૉંગ્રેસને આપી દીધું છે. તેમણે પોતાનું આખું જીવન કૉંગ્રેસની પ્રગતિ માટે આપી દીધું છે, તેઓ કેવી રીતે કૉંગ્રેસ છોડી શકે અને ભાજપમાં જોડાય.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કમલનાથના ઘરે બે કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં અનેક કાર્યકરોએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ તિરુપતિ કનકિયાએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે કમલનાથે મીટિંગમાં સ્પષ્ટ કહ્યું કે તેઓ ગઈકાલે પણ કૉંગ્રેસી હતા, આજે પણ કૉંગ્રેસી છે અને જીવનભર કૉંગ્રેસી જ રહેશે.

કમલનાથની સાથે સાથે કાર્યકર્તાઓએ પણ તેમના પુત્ર નકુલનાથે કોંગ્રેસ છોડવાની અટકળોને લઈને પોતાનુ વલણ રજુ કર્યું છે.નકુલનાથે કહ્યું કે જ્યારે પિતા જ નહીં જાય તો પુત્ર તેમને છોડીને ક્યાં જશે. વાસ્તવમાં, કમલનાથના બળવાખોર વલણને જોઈને કૉંગ્રેસની ખેંચતાણ થોડી વધી ગઈ છે. જેના કારણે લોકસભા ચૂંટણી પહેલા આ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યોએ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જો કમલનાથ પાર્ટીથી અલગ થશે તો ધારાસભ્યોનો શું અભિપ્રાય છે.

આ પહેલા ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કમલનાથ શનિવારે દિલ્હી પહોંચી ગયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે જો આવું કંઈ થશે તો તે પહેલા મીડિયાને તેની માહિતી આપશે. કમલનાથે ભાજપમાં જોડાવાની અટકળો સાથે જોડાયેલા પ્રશ્નો પર પત્રકારોને કહ્યું હતું કે, “તમે લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છો. આ હું નથી કહેતો, તમે લોકો આ કહો છો. જો આવી કોઈ વસ્તુ થશે, તો હું તમને સૌ પ્રથમ જાણ કરીશ.`` તેણે કહ્યું, ``હું ઉત્સાહિત નથી, ન તો આ તરફ, ન તો તે બાજુ. જો આવું કંઈ થશે તો હું તમને પહેલા જાણ કરીશ.”

વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોથી કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નુકુલ નાથ કોંગ્રેસ છોડીને સત્તારૂઢ ભાજપમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી. કમલનાથ છિંદવાડાથી નવ વખત સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં ત્યાંના ધારાસભ્ય છે. ગત નવેમ્બરમાં યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ તેમને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

Kamal Nath madhya pradesh national news congress bharatiya janata party