રાજ્યસભાની હાર બાદ હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસની સરકાર ખતરામાં?

28 February, 2024 09:27 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

ગઈ કાલના આ ઘટનાક્રમ બાદ હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસની સરકારે બહુમતી ગુમાવી હોવાનો દાવો બીજેપીએ કર્યો હતો.

વોટિંગ મશીનની તસવીર

શિમલા : હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના છ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા નિશ્ચિત જણાતી કૉન્ગ્રેસની હાર થઈ હતી. કૉન્ગ્રેસ પાસે બહુમતી હોવાથી આસાનીથી રાજ્યસભાની બેઠક એને મળશે એવું લાગતું હતું, પણ એના છ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા અને ત્રણ અપક્ષોએ બીજેપીને મત આપતા બન્ને પાર્ટીને ૩૪-૩૪ મત મળ્યા હતા. કૉન્ગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સિંઘવીને બીજેપીના હર્ષ મહાજનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગઈ કાલના આ ઘટનાક્રમ બાદ હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસની સરકારે બહુમતી ગુમાવી હોવાનો દાવો બીજેપીએ કર્યો હતો. આને લીધે અત્યારે ત્રણ જ રાજ્યોમાં સત્તા પર રહેલી કૉન્ગ્રેસની ચિંતા વધી ગઈ હતી. 

બીજી બાજુ, ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ૧૦ બેઠકો માટે મતદાન પૂર્વે સમાજવાદી પક્ષને એક મસમોટો ફટકો પડ્યો હતો કેમ કે વિધાનસભામાં એના ચીફ વ્હિપે રાજીનામું આપ્યું હતું. ​પરિણામે યુપીમાં સમાજવાદી પાર્ટી જે ત્રણ બેઠક જીતવાની હતી એમાંથી એક હારી ગઈ હતી અને બીજેપી સાતને બદલે આઠ બેઠક જીતી ગઈ હતી. જયા બચ્ચન ફરી એકવાર સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભામાં ચૂંટાયાં હતાં. 

national news congress himachal pradesh Rajya Sabha bharatiya janata party