Congress Account Freeze: આવકવેરા વિભાગે કૉંગ્રેસને આપી રાહત, ચૂંટણી સુધી નહીં થાય કાર્યવાહી

01 April, 2024 03:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આવકવેરા વિભાગે કૉંગ્રેસને 3500 કરોડની વસૂલાત માટે નોટિસ આપી છે. પાર્ટી આનાથી ચિંતિત છે અને લોકસભા ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી છે

ફાઇલ તસવીર

આવકવેરા વિભાગે કૉંગ્રેસને 3500 કરોડની વસૂલાત માટે નોટિસ (Congress Account Freeze) આપી છે. પાર્ટી આનાથી ચિંતિત છે અને લોકસભા ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી છે. દરમિયાન, આવકવેરા વિભાગે સુપ્રીમ કોર્ટમાં જે કહ્યું છે તે કૉંગ્રેસ માટે મોટી રાહત બની શકે છે. આવકવેરા વિભાગે સોમવારે કોર્ટમાં કહ્યું કે તે લોકસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે નહીં. આટલું જ નહીં, વિભાગે કોર્ટને કહ્યું કે આ કેસ જૂન સુધી સ્થગિત કરવામાં આવે અને ચૂંટણી (Congress Account Freeze) પછી જ સુનાવણી હાથ ધરવામાં આવે. આવકવેરા વિભાગે કહ્યું કે, અમે લોકસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પક્ષની પરેશાનીઓ વધારવા માગતા નથી.

તેના પર કોર્ટે હવે આગામી સુનાવણી 24 જુલાઈએ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગ (Congress Account Freeze)નો ઉપયોગ કરીને પાર્ટીને અસ્થિર કરવા માગે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારની કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, હજુ ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વિભાગ ઇચ્છતું નથી કે ચૂંટણી દરમિયાન કોઇપણ પક્ષને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે. વાસ્તવમાં કૉંગ્રેસે હાઈકોર્ટના 2016ના નિર્ણયને પડકારતા કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના આધારે આવકવેરા વિભાગ તેમને નોટિસ જાહેર કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે ખુદ રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “એવું લાગે છે કે દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. અમારા ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને કરોડોની નોટિસ મોકલવામાં આવી રહી છે. આ પછી પણ દેશની કોર્ટ, ચૂંટણી પંચ અને મીડિયા મૌન છે. બધા એક સાથે આ શો જોઈ રહ્યા છે. લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે.”

એકલા રાહુલ ગાંધી માટે આખું થિયેટર બુક કરાવી દઈશ

ક્રાન્તિકારી, સ્વતંત્રતાસેનાની અને પ્રખર હિન્દુત્વવાદી વીર સાવરકરના જીવન પર આધારિત ‘સ્વાતંયવીર સાવરકર’ ફિલ્મ હિન્દી અને મરાઠી ભાષામાં શુક્રવારે રિલીઝ થઈ છે. એનો શનિવારે મુંબઈમાં સ્પેશ્યલ શો રાખવામાં આવ્યો હતો. ફિલ્મ જોયા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાતચીત કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ અને ડાબેરી વિચારધારાના ઇતિહાસકારોએ સૌથી વધુ અન્યાય સ્વાતંયવીર સાવરકરને કર્યો છે. વીર સાવરકરના જીવનની હકીકત આ ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવી છે. બધાએ એક વાર ફિલ્મ જોવી રહી. વીર સાવરકર નીડર નેતાની સાથે સમાજસેવક અને મરાઠી ભાષાને સમૃદ્ધ કરનારા સાહિત્યકાર પણ હતા. રાહુલ ગાંધી આ ફિલ્મ જોવા આવતા હોય તો હું આખું થિયેટર બુક કરીશ અને તેમને એકલાને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરીશ. તેમણે સાવરકરને વાંચ્યા નથી એટલે તેમને સાવરકર સમજાયા ન હોવાથી કાયમ તેમના વિરોધમાં બોલે છે. હું તેમને આહવાન કરું છું કે તેમણે આ ફિલ્મ જોવી જોઈએ.’

rahul gandhi congress income tax department india national news