06 April, 2025 12:03 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
આદિત્યનાથ યોગી
વક્ફ સંશોધન અધિનિયમ રાજ્યસભા અને લોકસભા બન્નેમાંથી પસાર થઈ ચૂક્યું છે ત્યારે હવે એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ કાયદો બની જશે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે વક્ફ જમીનોને લઈને આગળનો પ્લાન જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘લાખો એકર જમીન વક્ફ બોર્ડના નામ પર કબજે કરવાનું કામ કરાયું હતું. કેટલાક લોકો માટે એ લૂંટનું માધ્યમ હતું જેના પર હવે સંપૂર્ણ રીતે લગામ લાગશે. આ જમીનોને પાછી લેવામાં આવશે. હવે વક્ફ બોર્ડની જમીન પર કોઈ લૂંટ નહીં કરી શકે. જાહેર જમીન પર કોઈ કબજો કરી શકશે નહીં. જે પણ જાહેર જમીન હશે એનો ઉપયોગ સ્કૂલો, હૉસ્પિટલો, કૉલેજો અને મેડિકલ કૉલેજો બનાવવા માટે કરવામાં આવશે.’