Delhi CM અરવિંદ કેજરીવાલને ફરી મળ્યા જામીન, AAP નેતા બહાર આવતા પાર્ટીના કાર્યકરોએ કરી ઉજવણી

20 June, 2024 09:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi CM Arvind Kejriwal Gets Bail: અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, અને તે બાદ ચૂંટણી પ્રચાર માટે તેમને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે કથિત દારૂ એક્સાઈઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના એક મામલામાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને (Delhi CM Arvind Kejriwal Gets Bail) ગુરુવારે જામીન આપ્યા હતા. વિશેષ ન્યાયાધીશ ન્યાય બિંદુએ એક લાખ રૂપિયાના અંગત બોન્ડ પર સીએમ કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા. કેજરીવાલને જામીન મળ્યાના તરત જ બાદ આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો અને નેતાઓએ જોરદાર ઉજવણી કરીને આનંદ વ્યક્ત કર્યો છે. આપના નેતાઓ સોશિયલ મીડિયા અને બીજા અનેક પ્લેટફોર્મ પર સીએમ કેજરીવાલને જામીન મળવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

સીએમ કેજરીવાલને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ (Delhi CM Arvind Kejriwal Gets Bail) પોતાના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શૅર કરીને લખ્યું, `સત્ય પરેશાન થઇ શકે છે, પરાજિત નહીં. ભાજપ અને EDના તમામ આક્ષેપોને નકારીને માનનીય ન્યાયાલયે દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલજીને જામીન આપ્યા છે.` આપઆમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, `કોર્ટના આ નિર્ણયને હું નમન કરું છું. ઈડીનુ નિવેદન અત્યાર સુધી અસત્યના આધાર પર રહ્યું છે. કેજરીવાલજી સામે એક આધારહીન ખોટો કેસ બનાવવામાં આવ્યો હતો. ન્યાયાલયે આ વાતને સમજાવી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું.`

કેજરીવાલ જેલમાંથી બહાર આવતા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત (Delhi CM Arvind Kejriwal Gets Bail) માને ખુશી વ્યક્ત કરતાં લખ્યું, `અદાલત પર ભરોસો છે ..કેજરીવાલજીને જામીન ..સત્યની જીત ..`, જ્યારે દિલ્લી સરકારના જળ પ્રધાન આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, `સત્યમેવ જયતે`. આ સાથે આપ સરકારના પ્રધાન સોરભ ભારદ્વાજે આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા લખ્યું, `PMLAના મામલાઓમાં કોઈ પણ પ્રકારની રાહત માટે સુપ્રીમ કોર્ટમાં જઈને રાહ જોવી તે સંપૂર્ણપણે ન્યાય વ્યવસ્થાનું શ્વાસ રૂંધવાનું કામ હતું. નીચલી અદાલતો પણ સમય પર ન્યાય આપે, તે બાબત ખૂબ જ જરૂરી હતી. દરેક મામલો સુપ્રીમ કોર્ટ જાશે, આ કેસ સુપ્રીમ કોર્ટનો બોજ બિનજરૂરી રીતે વધારી રહ્યો હતો.`

તો બીજી તરત આમ આદમી પાર્ટીના વડા (Delhi CM Arvind Kejriwal Gets Bail) અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા બાદ આપ કાર્યકરોએ પણ સીએમ કેજરીવાલના ઘરની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. દિલ્હી લીકર કેસની સુનાવણી દરમિયાન અદાલત દ્વારા અરવિંદ કેજરીવાલના જામીન આદેશ પર 48 કલાક માટે રોક લગાવવાના ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ની વિનંતીને પણ નકારી દેવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, દેશમાં 2024ની લોકસભા ચૂંટણીના ત્રણ (Delhi CM Arvind Kejriwal Gets Bail) અઠવાડિયા કરતા પણ ઓછા સમય પહેલા 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે સીએમ અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.

aam aadmi party directorate of enforcement delhi high court supreme court delhi news new delhi national news