તિરુપતિ અન્ન પ્રસાદમમાં જીવડું મળ્યું : મંદિર-પ્રશાસનનો ઇનકાર

07 October, 2024 08:43 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

અન્ન પ્રસાદમ અહીં આવતા લાખો ભાવિકો માટે રોજ તૈયાર થાય છે

તિરુપતિ મંદિર

તિરુપતિ મંદિરમાં અન્ન પ્રસાદમમાં આપવામાં આવતા કર્ડ-રાઇસમાં જીવડું મળી આવ્યું હોવાનો દાવો ગઈ કાલે વારાંગલથી દર્શન માટે તિરુપતિ આવેલા ચંદુ નામના એક ભાવિકે કર્યો હતો. તેણે આ બાબતની જાણ કરી તો કૅન્ટીન-સ્ટાફે કહ્યું કે ક્યારેક આવું થઈ શકે છે, પણ પ્રશાસનના લોકોએ તેને જણાવ્યું કે પાનમાંથી પણ આવાં જીવડાં આવી શકે છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે આ આરોપ નકારી દીધો છે અને એક નિવેદનમાં જણાવ્યું છે કે `આવું શક્ય નથી. અન્ન પ્રસાદમ અહીં આવતા લાખો ભાવિકો માટે રોજ તૈયાર થાય છે અને એ રોજેરોજ ફ્રેશ બનાવવામાં આવે છે. આ મંદિરની ઇમેજને બગાડવાનો પ્રયાસ છે.`

national news india tirupati religious places Crime News