નવોદિત સાંસદને ઑફિસરે માર્યો લાફો, વીડિયો દ્વારા અભિનેત્રીનો પંજાબ પર હુમલો

06 June, 2024 07:18 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

CISF officer slapped Kangana Ranaut: કંગનાએ ચૂંટણીનાં પરિણામોના દિવસે 5,37,022 મતોથી વિજય મેળવીને પહેલી વખત સાંસદ પદ મેળવી લીધું છે.

કંગના રનૌતની ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટીની નવોદિત સાંસદ અભિનેત્રી કંગના રનૌતને (CISF officer slapped Kangana Ranaut) ચંદીગઢ એરપોર્ટ પર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ એક સીઆઈએસએફની મહિલા ઓફિસર કુલવિંદર કૌરે થપ્પડ મારવાનો કિસ્સો સામે આવ્યો છે. કંગના જ્યારે પંજાબના ચંદીગઢથી દિલ્હી પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. આ અંગે જાણવા મળ્યું છે કે આ મહિલા ઓફિસર કંગનાએ ખેડુતો પર આપેલા નિવેદનને લઈને નારાજ હતી. જેને લઈને તેણે કંગનાને લાફો માર્યો હતો.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ, કંગના રનૌત ચંદીગઢથી મુંબઈ (CISF officer slapped Kangana Ranaut) માટે શહીદ ભગત સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેકિંગ કરાવવા માટે ઊભી હતી. તે દરમિયાન એરપોર્ટ પર ડ્યૂટી પર હાજર રહેલી એક સીઆઈએસએફની મહિલા સુરક્ષા કર્મીએ કંગનાએ પૂછ્યું કે મેડમ, તમે ભાજપમાંથી જીત્યા છો. તમારી પાર્ટી ખેડુતો માટે કંઈ કેમ નથી કરી રહી?  આ વાતને લઈને કંગના અને તે મહિલા ઓફિસર વચ્ચે થોડી ખટપટ થઈ હતી. આ વાતચીત દરમિયાન સીઆઈએસએફની મહિલા કર્મીએ કંગનાને સીધો થપ્પડ મારી દીધો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના અંગે એરપોર્ટના સીઈઓ દ્વારા મહિલા કર્મી સામે કાર્યવાહી કરવા તેની દરેક માહિતી લેવામાં આવી રહી છે.

ચંદીગઢ એરપોર્ટ પર પોતાની સાથે બનેલી આ ઘટના વિશેની માહિતી આપવા માટે કંગનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર (CISF officer slapped Kangana Ranaut) કર્યો છે. આ વીડિયોમાં કંગનાએ કહ્યું કે “નમસ્તે મિત્રો, મને મીડિયા અને મારા શુભચિંતકોના ઘણાં ફોન આવી રહ્યા છે. સૌ પ્રથમ, હું તમને જણાવી દઉં કે હું સુરક્ષિત છું. આજે ચંદીગઢ એરપોર્ટ પર જે ઘટના બની તેમાં સુરક્ષા ચેકિંગ માટે જેમ હું નીકળી, તે પછી બીજા રૂમમાંથી એક મહિલા સુરક્ષાકર્મી મારી પાસે આવી અને તેમણે મારા ચહેરા પર માર્યું અને મને ગાળ આપવા લાગી. જ્યારે મેં તેમને પૂછ્યું કે તમે આવું કેમ કરી રહ્યા છો, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ એક ખેડૂત આંદોલનના સમર્થક છે. હું સુરક્ષિત છું, પણ મારો પ્રશ્ન એ છે કે પંજાબમાં વધતા આતંકવાદ અને હિંસાથી આપણે કેવી રીતે લડીશું?

લોકસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી બેઠક (CISF officer slapped Kangana Ranaut) પર ભાજપની ઉમેદવાર અને બૉલિવૂડની પંગા ક્વીન કંગના રનૌતે જીત મેળવી હતી. કંગનાએ મંડી લોકસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા હતા. મંડીની આ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં 10 ઉમેદવારો ઊતર્યા હતા. જેથી નવ ઉમેદવારો સામે કંગનાનું શું થશે તે બાબતે આખા દેશની નજર મંડી બેઠક પર હતી. જોકે કંગનાએ ચૂંટણીનાં પરિણામોના દિવસે 5,37,022 મતોથી વિજય મેળવીને પહેલી વખત સાંસદ પદ મેળવી લીધું છે.

kangana ranaut bharatiya janata party chandigarh punjab himachal pradesh Lok Sabha Election 2024 national news