દિલ્હી મેટ્રોમાં હવે દારૂની બોટલ લઈ જવાની છૂટ, જાણો શું છે શરત

30 June, 2023 04:19 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

CISF અને મેટ્રો અધિકારીઓની કમિટીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મેટ્રોમાં મુસાફરો માત્ર સીલબંધ દારૂની બોટલો જ લઈ જઈ શકશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મળતી મહિતી મુજબ દિલ્હી મેટ્રોમાં દારૂની બે બોટલ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. CISF (Central Industrial Security Force) અને મેટ્રો અધિકારીઓની કમિટીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મેટ્રોમાં મુસાફરો માત્ર સીલબંધ દારૂની બોટલો જ લઈ જઈ શકશે.

અત્યાર સુધી માત્ર મેટ્રોની એરપોર્ટ લાઇન પર જ દારૂની સીલબંધ બોટલ લઇ જવાની છૂટ હતી. પરંતુ હવે આપવામાં આવેલો નવો આદેશ તમામ મેટ્રો લાઇન પર લાગુ કરવામાં આવશે.દિલ્હી મેટ્રોમાં દારૂની બે બોટલ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગી આપી હોવા છતાં મેટ્રોમાં દારૂ પીવા અથવા ગેરવર્તન કરવા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ડીએમઆરસીએ કહ્યું છે કે, “મેટ્રો મુસાફરોને મુસાફરી દરમિયાન યોગ્ય વર્તન રાખવા વિનંતી કરવામાં આવે છે. જો કોઈ મુસાફર દારૂના નશામાં ગેરવર્તન કરતો જોવા મળશે તો કાયદાની જોગવાઈઓ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”ઉલ્લેખનીય છે કે દિલ્હી મેટ્રોમાં સામાન લઈ જવાના પણ કેટલાક નિયમો છે. આ નિયમો મુજબ મુસાફરો પોતાની સાથે માત્ર 25 કિલો વજનનો સામાન જ લઈ જઈ શકે છે.

આ વજનની માત્ર એક જ બેગ હોવી જોઈએ. આ સિવાય દિલ્હી મેટ્રોમાં તમામ સ્વરૂપના પ્રતિબંધિત સ્પિરિટ અને જ્વલનશીલ પ્રવાહીને લઈ જવા પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે.એટલું જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના વિસ્ફોટક લઈ જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

છરી, ખંજર, તલવાર, ક્લેવર, કટલરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ પણ સાથે લઈ જઈ શકશે નહીં. ઉપરાંત સ્ક્રુડ્રાઈવર, રેન્ચ, પેઈર અથવા અન્ય કોઈપણ સાધન કે જેની લંબાઈ 7 ઈંચ અથવા 17.5 સે.મી.થી વધુ હોય તેને પણ મેટ્રોમાં લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. હકીકતમાં ટ્વિટર પર પોલિમથ નામના વ્યક્તિએ ડીએમઆરસીને ટેગ કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે, “શું બ્લુ લાઈન મેટ્રોમાં દારૂની બોટલો લઈ જઈ શકાય છે?” આ પ્રશ્નના જવાબમાં ડીએમઆરસીએ જવાબ આપ્યો હતો કે, “હા, દિલ્હી મેટ્રોમાં દારૂની બે સીલબંધ બોટલ લઈ જવાની છૂટ છે.”

આ સાથે જ સરકારે ગુરુવારે 20 રૂપિયાથી ઓછી કિંમતના સિગારેટ લાઇટરની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઉત્પાદનની આયાતને રોકવાના આશયથી આ પગલું લેવામાં આવ્યું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક સૂચનામાં જણાવ્યું હતું કે, "સિગારેટ લાઇટરની આયાત નીતિને `ફ્રી`થી `પ્રતિબંધિત` શ્રેણીમાં સુધારી દેવામાં આવી છે. જો કે CIF મૂલ્ય 20 રૂપિયા પ્રતિ લાઇટર અથવા વધુ હોય તો આયાત કરવાની પરવાનગી છે. ઉલ્લેખનીય છે કે CIF મૂલ્યનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાતી માલની કુલ કિંમત નક્કી કરવા માટે થતો હોય છે.

new delhi delhi metro rail corporation delhi news central industrial security force delhi airport national news india