11 February, 2023 05:16 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સીઆઈએસએફ
દિલ્હી (Delhi)ના ઈન્દિરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટ (Indira Gandhi International Airport – IGI) એરપોર્ટ પર ત્રણ મુસાફરો નકલી રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India - RBI) દસ્તાવેજો સાથે ઝડપાયા છે. એરપોર્ટના કસ્ટમ વિભાગે તપાસ દરમિયાન ત્રણેય શકમંદોને પકડી લીધા હતા. માહિતી આપતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (Central Industrial Security Force – CISF)એ કહ્યું કે, આ મામલે તેમની તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, દિલ્હી એરપોર્ટ પરથી RBIના ૮૮,૦૦૦ કરોડના નકલી દસ્તાવેજો મળી આવ્યા છે. દસ્તાવેજોમાં RBIનું સ્ટીકર ભારતીય પ્રતીક, RBIનો લોગો અને બોન્ડ સાથે જોડાયેલ કાગળ છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી રાહુલ સિવાય તેના સાથી અબ્દુલ ઈરફાન અને અર્પુધરાજની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ લોકો સ્પાઈસ જેટની ફ્લાઈટથી ચેન્નઈ જઈ રહ્યાં હતાં. ધરપકડ બાદ તેણે CISFના ASI હરિકિશનને ત્રણ લાખ રૂપિયાની લાંચની ઓફર પણ કરી હતી.
આ પણ વાંચો - દીકરીની હત્યા કરી લાશ પર નાખ્યો એસિડ કારણકે બૅગમાંથી મળી આ ચીજ
CISFએ વધુ તપાસ માટે આરોપીને દિલ્હી પોલીસને સોંપી દીધો છે. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસ ઉપરાંત આવકવેરા અધિકારીઓ પણ આ મામલાની તપાસ કરી રહ્યાં છે.