ટ્રક ડ્રાઇવરોમાં HIVની જાગૃતિ માટે સજ્જ વરુણા ગ્રૂપ અને AHF ફાઉન્ડેશન, શરૂ કરી ઝુંબેશ

23 September, 2023 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વરુણા ગ્રૂપ અને AHF - AIDS હેલ્થકેર ફાઉન્ડેશન ઈન્ડિયા કેર્સ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત ડ્રાઇવરોમાં HIV/AIDS પ્રત્યે જાગૃતિ અને સુરક્ષિત સેકસ પ્રેક્ટિસને પ્રોત્સાહન અપાય છે.

વરુણા ગ્રૂપ અને AHF - AIDS હેલ્થકેર ફાઉન્ડેશન ઈન્ડિયા કેર્સની ઝુંબેશ

વરુણા ગ્રૂપ અને AHF - AIDS હેલ્થકેર ફાઉન્ડેશન ઈન્ડિયા કેર્સ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત જે ટ્રક ડ્રાઈવરો લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરતાં હોય છે તેઓ માટે HIV/AIDS સામે લડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

વરુણા ગ્રૂપે `સુરક્ષા ચૂને, સ્વસ્થ રહે`  એટલે જ કે "સુરક્ષા પસંદ કરો, સ્વસ્થ રહો" આ નામ હેઠળ AHF ઇન્ડિયા કેર્સ સાથે મળીને ડ્રાઇવરોમાં HIV/AIDS જાગૃતિ અને સુરક્ષિત સેક્સ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે અભિયાન શરૂ કર્યું છે. 

આ ઝુંબેશનું શીર્ષક `સુરક્ષા ચૂને, સ્વસ્થ રહે`ની વાત કરીએ તો તે મુખ્યત્વે તંદુરસ્ત જીવન તેમ જ સ્વાસ્થ્ય સલામતીનો સંદેશો સમાજને આપે છે. બસ આ જ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે વરુણા ગ્રૂપે HIV/AIDS માટેની જાગૃતિ માટેના પગલાં હાથ ધર્યા છે. HIV નિવારણ માટે સમગ્ર ભારતમાં માલસામાન વહન કરતી ટ્રકો પણ ફેરવવામાં આવશે. અને આ ટ્રકો સ્વાસ્થ્ય સંદેશને વિવિધ જિલ્લાઓમાં લોકો સુધી પહોંચાડશે. 

ગયા મહિને જ ઝુંબેશની શરૂઆત ધરુહેરામાં થઈ હતી, જેમાં એચઆઈવીના જોખમો અને પરિણામો અંગેના તાલીમ સત્ર ચલાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં તેમાં એચઆઈવી પોઝીટીવ જણાયેલ કોઈપણ વ્યક્તિ માટે મફત એચઆઈવી સારવાર સાથે જાગૃતિ માટે વિશેષ તાલીમ સત્ર પણ ચલાવવામાં આવ્યું હતું. આ સાથે જ ડ્રાઇવરો માટે મફત એચઆઇવી/ સિફિલિસના ત્વરિત પરીક્ષણ તેમજ મફત લવ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

HIVનો સામનો કરી રહેલા લોકો માટે AHF India Cares દ્વારાAHF “પીપલ્સ ક્લિનિક્સ” માં એન્ટિ-રેટ્રોવાયરલ થેરાપી (એચઆઈવી દવા)ની મફત ઉપલબ્ધ કરવામાં આવશે. વરુણા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિવેક જુનેજાએ તેમની આ ઝુંબેશ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમે લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરતાં ડ્રાઈવરો અને તેમના સમુદાયોના જીવન પર એચઆઈવી સંબંધિત રોગ માટે પ્રતિબદ્ધ છીએ. અમે AHF ઈન્ડિયા કેર્સ સાથે મળીને આ બાબતે જાગૃતિ લાવવા અને સલામતીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમારું એક જ લક્ષ્ય છે કે અમે ડ્રાઇવરોને અને તેમના ભાગીદારોનું રક્ષણ કરવા માટે જરૂરી જ્ઞાન અને સંસાધનો સાથે સશક્ત કરી શકીએ”

`સુરક્ષા ચૂને, સ્વસ્થ રહે` આ ઝુંબેશને ટેકો આપતા રાજપીપળાના ક્રાઉન પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ જણાવે છે કે, “અત્યારે મીડિયા અને એમાં પણ ખાસ કરીને ટેલિવિઝનમાં HIV/AIDS જાગૃતિની દૃશ્યતામાં ભારે ઘટાડો થયો છે. ટ્રકિંગ સમુદાયનું આરોગ્ય કે જેઓ વ્યવસાયો, ખાદ્યપદાર્થો અને તમામ પુરવઠાના નિર્વાહ માટે જરૂરી તમામ સામગ્રીના પરિવહનની જીવન રેખા છે, તે એક નિર્ણાયક વસ્તી છે અને તેને સુરક્ષિત રાખવાની જરૂર છે. ટ્રક ડ્રાઈવરો મોટેભાગે  સ્ત્રી સેક્સ વર્કર્સ, ટ્રાન્સજેન્ડર વગેરેના સંપર્કમાં આવતા હોય છે. જેથી ચોક્કસપણે તેમને HIV/AIDS ચેપના થવાનો ભય રહે છે. વરુણા ગ્રૂપ અને AHF - એઇડ્સ હેલ્થ કેર ફાઉન્ડેશન ઇન્ડિયા કેર્સનો સહયોગ ખરેખર પ્રશંસનીય છે.”

health tips aids national news india