19 February, 2023 07:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ચીન ભારત માટે સતત મુશ્કેલી સર્જી રહ્યું છે. હવે ડ્રૅગન નવી રેલવે લાઇન બિછાવવાની તૈયારીમાં છે, જેનાથી ભારત માટે વધુ ચિંતા ઊભી થઈ છે. વાસ્તવમાં આ રેલવે ટ્રૅક વાસ્તવિક અંકુશરેખા અને વિવાદાસ્પદ અક્ષય ચીનમાંથી પસાર થશે. તિબેટ સ્વાયત પ્રદેશની સરકાર તરફથી આ નવા રેલવે પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. ચીન વાસ્તવિક અંકુશરેખા પર સતત લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. આ રેલવે ટ્રૅકનો લાભ લઈને ચીન તનાવજનક સ્થિતિમાં સૈનિકો અને હથિયારોને મોટી સંખ્યામાં વાસ્તવિક અંકુશરેખા પર મોકલી શકે છે. ભારત પણ હવે વાસ્તવિક અંકુશરેખા પર સૈન્ય માળખું મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે.