બ્રિક્સ પર પણ ચીનની કુદૃષ્ટિ

29 July, 2023 09:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ સંગઠનનો વ્યાપ વધારીને ડ્રૅગન કન્ટ્રી એનો પોતાના માટે ઉપયોગ કરવા ઇચ્છે છે

ફાઇલ તસવીર

ઘણા સમયથી બિક્સ સંગઠન - બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા માટે વૈશ્વિક મંચ રહ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી બ્રિક્સ દ્વારા ચીન એના બદઇરાદા પાર પાડવાની કોશિશ કરી રહ્યું છે. ચીન આ સંગઠનમાં બીજા દેશોને ઝડપથી સામેલ કરીને એનો વ્યાપ વધારવા ઇચ્છે છે. જેની પાછળનો એનો હેતુ આ સંગઠનનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનો છે.

આવતા મહિને જોહનિસબર્ગમાં બ્રિક્સની સમિટ યોજાવાની છે અને એના પહેલાં ભારત અને બ્રાઝિલે આ સંગઠનનો વ્યાપ વધારવાની કોશિશનો વિરોધ કર્યો છે. ચીનની ઇચ્છા છે કે એમાં ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાને પણ સામેલ કરવામાં આવે. જેના માટે ચીને અનેક વખત કોશિશ પણ કરી છે.

લગભગ એક ડઝન દેશો આ સંગઠનના ભાગ બનવા માટે કોશિશ કરે છે. ચીનનો ઇરાદો એ છે કે એ બ્રિક્સનો એ રીતે વ્યાપ વધે કે અમેરિકા અને યુરોપિય​ન યુનિયન સમક્ષ એનું કદ વધારે હોવાનું જણાય. બ્રાઝિલ એની સખત વિરુદ્ધ છે. બીજી તરફ ભારતે કહ્યું છે કે બ્રિક્સમાં એન્ટ્રીને લઈને કેટલાક નિયમ બનવા જોઈએ. ભારત નાટો જેવો નિયમ ઇચ્છે છે. એટલે કે તમામ મેમ્બર્સની મંજૂરી પછી જ કોઈ નવા દેશને એન્ટ્રી આપી શકાય. અત્યારે ૨૨થી ૨૪ ઑગસ્ટ દરમ્યાન બ્રિક્સની મીટિંગ છે. જેમાં નવા મેમ્બરની એન્ટ્રીને લઈને ચર્ચા થશે. 

વાસ્તવિક અંકુશ રેખા પર વધી ચીનની આર્મીની ગતિવિધિ

પૂર્વીય લદાખથી અરુણાચલ પ્રદેશ સુધી વાસ્તવિક અંકુશ રેખા પર ચીનની મિલિટરી ઍક્ટિવિટીઝમાં ખૂબ વધારો થયો છે. પીપલ્સ લિબરેશન આર્મીએ પૂર્વીય લદ્દાખમાં મિલિટરી ઘર્ષણનો ઉકેલ લાવવાની દિશામાં કોઈ રસ દાખવ્યો નથી. એનાથી વિપરીત બંકર્સ, પોસ્ટ્સ, આર્ટિલરી પોઝિશન્સ, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ્સ, રડાર સાઇટ્સ અને વિસ્ફોટકોના સ્ટોરેજની દૃષ્ટિએ એની મિલિટરી પોઝિશન સતત મજબૂત કરી રહી છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે પીપલ્સ લિબરેશન આર્મી નવા હેલિપૅડ્ઝ, રસ્તા, બ્રિજ જેવું વ્યાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહી છે.   

china india brazil russia south africa national news