China-Pakistan Ship: ભારતે રોક્યું ચીનથી પરમાણુ અને મિસાઈલ લઈ પાકિસ્તાન જતું જહાજ

03 March, 2024 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક જહાજને મુંબઈ પોર્ટ પર રોક્યું છે. ભારતનો દાવો છે કે આ જહાજમાં પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ સંબંધિત માલસામાન છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનથી પાકિસ્તાન (China-Pakistan Ship) જઈ રહેલા એક જહાજને મુંબઈ પોર્ટ (Mumbai Port) પર રોક્યું છે. ભારતનો દાવો છે કે આ જહાજમાં પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ સંબંધિત માલસામાન છે. જહાજને રોકવા પર પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાને કહ્યું કે, આ જહાજમાં મિસાઈલ સંબંધિત કોઈ સામગ્રી નથી.

પાકિસ્તાન (China-Pakistan Ship)ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝહરા બલોચે કહ્યું કે, ભારતીય મીડિયા જહાજ વિશે જે રીતે દાવો કરી રહ્યું છે તેમાં કોઈ સત્ય નથી. પાકિસ્તાને પરમાણુ અને મિસાઈલ સંબંધિત સામગ્રી હોવાના ભારતના દાવાને પણ ફગાવી દીધો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝહરા બલોચે (China-Pakistan Ship) શનિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, “ભારતીય મીડિયાને તથ્યોને ખોટી રીતે રજૂ કરવાની આદત છે. કરાચી સ્થિત કંપનીમાં લેથ મશીનની આયાતનો આ એક સરળ કિસ્સો છે. કંપની પાકિસ્તાનમાં ઑટોમોબાઈલ ઉદ્યોગોને મશીનરીના ઘટકો સપ્લાય કરે છે. આ ઉપકરણો સ્પષ્ટપણે વ્યાવસાયિક ઉપયોગ માટે બનાવવામાં આવ્યા છે.”

પાકિસ્તાને કાર્યવાહીને અયોગ્ય ગણાવી

પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું કે, જહાજ પાસે જરૂરી દસ્તાવેજો છે, પારદર્શક રીતે મશીનની ખરીદી સંબંધિત બેન્ક ચલણ વગેરે પણ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારત દ્વારા આ પ્રકારની કાર્યવાહી અયોગ્ય છે. પાકિસ્તાનની ખાનગી સંસ્થાઓ તેની સામે પગલાં લઈ રહી છે. પાકિસ્તાને કહ્યું કે, “પાકિસ્તાન આવી મનસ્વી જપ્તીની નિંદા કરે છે. ભારતીય પોલીસ મુક્ત વેપારમાં અવરોધો ઊભો કરવાનું કામ કરી રહી છે.” પાકિસ્તાને કહ્યું કે, “આવી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન અને મનસ્વી વલણ છે.”

કસ્ટમ વિભાગે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક જહાજને મુંબઈ પોર્ટ પર રોક્યું છે. જહાજમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું હતું કે, આ જહાજ કરાચી બંદરે જઈ રહ્યું હતું. બાતમીના આધારે કસ્ટમ અધિકારીઓએ આધુનિક મશીનો વડે જહાજની તપાસ કરી, જેમાં જાણવા મળ્યું કે આ જહાજ દ્વારા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત સામગ્રી લાવવામાં આવી રહી હતી.

ભારતે યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉખેડનારા પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

યુનાઇટેડ નેશન્સની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ ખાતે જમ્મુ અને કાશ્મીર વિશે પાકિસ્તાનના આક્ષેપોનો ભારતે ગુરુવારે જડબાતોડ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ખરાબ રેકૉર્ડ ધરાવતા દેશે (પાકિસ્તાને) અન્ય રાષ્ટ્રની આંતરિક બાબતમાં માથું મારવું ન જોઈએ. જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી ભારતે જણાવ્યું હતું કે ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી. યુનાઇટેડ નેશન્સની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના ૫૫મા રેગ્યુલર સત્રમાં ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી અનુપમા ​સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર તથા લદાખ ભારતનો આંતરિક અને અવિભાજ્ય હિસ્સો છે. ભારત વિરુદ્ધ હડહડતા જુઠ્ઠા આક્ષેપો કરી કાઉન્સિલનો ફરીથી દુરુપયોગ કરવામાં આવ્યો એ કમનસીબ બાબત છે, એમ તેમણે જણાવ્યું હતું.

india china pakistan national news international news