બાળ દિવસે કેરળ કૉર્ટનો ઐતિહાસિક નિર્ણય, 5 વર્ષની બાળકીના બળાત્કારીને આપી આ સજા

14 November, 2023 05:19 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Kerala Court Sentences Convict to Death: બાળ દિવસે કેરળની એક કૉર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો. પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે.

બાળ દિવસે કેરળ કૉર્ટનો ઐતિહાસિક નિર્ણય

Kerala Court Sentences Convict to Death: બાળ દિવસે કેરળની એક કૉર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો. પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે.

બાળ દિવસે કેરળની કૉર્ટે ઐતિહાસિક નિર્ણય લેતા પાંચ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે. દોષીને છેલ્લે 4 નવેમ્બરના દિવસે કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ જઘન્ય કાંડે આખા દેશને હચમચાવી દીધો હતો. દોષીની પહેલા પણ ક્રાઈમ હિસ્ટ્રી રહી ચૂકી છે. તે પાંચ વર્ષ પહેલા દિલ્હીમાં પૉક્સો એક્ટ હેઠળ બે મહિના જેલમાં રહ્યો હતો. ત્યારે તે જામીન પર બહાર આવી ગયો હતો.

Kerala Court Sentences Convict to Death: કેરળના એર્નાકુલમમાં પૉક્સો કૉર્ટે બિહારની બાળકી પર બળાત્કાર અને હત્યાના દોષી અશફાક આલમને બધા 16 ગુનાઓ માટે દોષી જાહેર કર્યા છે. 16માંથી પાંચ ગુનાઓમાં મૃત્યુદંડની જોગવાઈ છે. અભિયોજન પક્ષે કૉર્ટ સામે દોષીને આકરી સજા આપવાની માગ કરી હતી.

પોતાની દલીલમાં શું કહ્યું અશફાકે?
સજા પર દલીલ દરમિયાન દોષી બિહાર મૂળના અશફાક આલમે કૉર્ટોમાં દાવો કર્યો હતો કે અન્ય આરોપીઓને છોડી દેવામાં આવ્યા હતા અને ફક્ત તેને જ કેસમાં પકડી પાડવામાં આવ્યો. જો કે, આ સિવાય તેણે અન્ય કોઈ દલીલ આપી નહોતી. કૉર્ટે આરોપનામાં સંકળાયેલા બધા 16 ગુનેગારોને દોષી દાહેર કર્યા હતા. આલમને સજા સંભળાવતી વખતે પીડિતાના માતા-પિતા કૉર્ટમાં હાજર હા. તેને 4 નવેમ્બરના રોજ દોષી જાહેર કરવામાં આવ્યો.

શું હતી ઘટના
Kerala Court Sentences Convict to Death: ઘટના 28 જુલાઈ 2023ના ઘટી હતી. પ્રવાસી મજૂર અશફાક આલમ પર આરોપ હતો કે તેણે બિહારની રહેવાસી પાંચ વર્ષની બાળકીનું તેના ભાડા ઘરેથી જ્યૂસ પીવડાવવાના બહાને અપહરણ કર્યું. ત્યાર બાદ બળાત્કાર અને નિર્મમ હત્યા કરી દીધી. બાળકીનો મૃતદેબ અલુવા બજારના કચરાના ઢગલામાં એક પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યો. આ જઘન્ય હત્યાકાંડે આખા દેશને હલબલાવી દીધો હતો. રાક્ષસે ખૂબ જ ક્રૂરતાથી બાળકી પર ન તો માત્ર બળાત્કાર કર્યો પણ તેને મારીને તેની હત્યા પણ કરી દીધી હતી. આરોપીએ છોકરીને તેના ભાડાના ઘરમાંથી તે સમયે કિડનેપ કરી, જ્યારે તેની મા ઘરના કામમાં વ્યસ્ત હતી.

26 દિવસમાં પૂરી થઈ સુનાવણી
છોકરીના લાપતા થવાની માહિતી મળતા જ પોલીસે ઉતવાળ દાખવી અને સીસીટીવી ફુટેજના આધારે 28 જુલાઈની સાંજે નશામાં અશફાકની ધરપકડ કરી. કેસમાં આરોપનામું 30 દિવસની અંદર દાખલ કરવામાં આવ્યું. એર્નાકુલમમાં વધારાના જિલ્લા કૉર્ટમાં સુનાવણી 4 ઑક્ટોબરના શરૂ થઈ હતી. સુનાવણી રેકૉર્ડ 26 દિવસોમાં પૂરી થઈ અને આરોપીને બળાત્કાર અને હત્યા સહિત તેના વિરુદ્ધ લગાડવામાં આવેલા બધા ગુનાઓ માટે દોષી જાહેર કર્યો. તેના પર કિડનેપ કરવા અને પુરાવાઓ નષ્ટ કરવા માટે પણ દોષી જાહેર કરવામાં આવ્યો.

childrens day kerala high court kerala bihar sexual crime Crime News murder case national news