Chhattisgarh News: સની લીઓનીના નામે કોણ ખાતામાં સેરવતું હતું સરકારી યોજનાનાં પૈસા? આરોપી પકડાયો

23 December, 2024 11:08 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

Chhattisgarh News: આરોપીએ આ મામલે ખુલાસો કરેલો છે. અત્યારે આ મામલે બસ્તર જિલ્લા પ્રશાસન વધુ તપાસ કરી રહ્યું છે.

સની લીઓની અને વાયરલ પોસ્ટ

સની લીઓનીનું નામ અવારનવાર ચર્ચામાં રહેતું હોય છે. હવે તાજેતરમાં જ તેનું નામ એક એવી રીતે ચગયું છે કે જેને લઈને સોશિયલ મીડિયામાં પણ બૂમરાડ મચી જવા પામી છે. છત્તીસગઢ સરકારની (Chhattisgarh News) `મહતારી વંદન યોજના`નાં લાભાર્થી તરીકે સની લીઓનીનું નામ સામે આવતા ચર્ચાનો વિષય બન્યું છે. સની લીઓનીનાં નામે પૈસા મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

સની લીઓનીનાં નામે મોકલવામાં આવતા હતા યોજનાના આટલા રૂપિયા 

તમને જણાવી દઈએ કે છત્તીસગઢ (Chhattisgarh News)માં કથિત રીતે સની લીઓનીનાં નામે એક ઓનલાઈન એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું, જેના દ્વારા સરકારની મહતારી વંદન યોજના હેઠળ દર મહિને પરિણીત મહિલાઓને મોકલવામાં આવતા 1,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ જે યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ તે યોજના ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2023માં યોજાયેલી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મહતારી વંદન યોજનાના વચને મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજ્યમાં વિષ્ણુ દેવ સાંઈની સરકાર બન્યા બાદ મહતારી વંદન યોજના ફરી એકવાર ચર્ચામાં આવી હતી.

આ સમાચાર વાયરલ થતાં જ જિલ્લા કલેકટરે (Chhattisgarh News) તપાસનો આદેશ આપ્યો હતો અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ કેસ અંગે હવે આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલ્યો છે, અને આ મામલે ખુલાસો કરેલો છે. અત્યારે આ મામલે બસ્તર જિલ્લા પ્રશાસન વધુ તપાસ કરી રહ્યું છે.

પોલીસે તપાસ કરતાં આ વાતનો ફોડ પડ્યો 

મહતારી વંદન યોજના હેઠળ માસિક 1,000 રૂપિયા મેળવવાનો દાવો કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આરોપી પતિની અટકાયત કરી હતી. એક ખાનગી કંપનીમાં કામ કરતા વીરેન્દ્ર જોશીનો દાવો છે કે તેમના આધાર અને બેંક એકાઉન્ટ નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે એમ પણ જણાવ્યું હતું કે તેને યોજના હેઠળ ખાતામાં જમા થતી માસિક ચૂકવણી વિશે કોઈ જાણકારી નથી.

રાજકીય હલ્લાબોલ, આ યોજનામાં ગેરનીતિ થઈ હોવાનાં આક્ષેપ 

આ મામલે (Chhattisgarh News) હવે પોલિટિકલ ચર્ચાઓને પણ વેગ મળ્યો છે. જોકે, ભાજપના પ્રદેશ પ્રવક્તા અજય ચંદ્રકરે કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોવાનો ઈન્કાર કર્યો છે. ચંદ્રકરે આ મામલે જણાવ્યું હતું કે, "છત્તીસગઢમાં પારંપરિક પુરૂષ-સ્ત્રી નામ નથી, પરંતુ અહીં ધર્માંતરણને કારણે તે સ્ત્રી નામ હોઈ શકે એવું બને ખરું. આ માટે તેને કોઈ ગેરનીતિ થઈ હોય એમ માનવું યોગ્ય ગણાશે નહિ. આ મામલે કોંગ્રેસે કહ્યું કે, આ મામલામાં અમે અગાઉ કહ્યું હતું કે આ યોજનામાં ઘણો ભ્રષ્ટાચાર છે અને યોજનાના પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં જઈ રહ્યા છે”

national news india chhattisgarh sunny leone bharatiya janata party indian government Crime News