06 November, 2024 08:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એજન્સી
યમુના નદીમાં ભારે પ્રદૂષિત પાણી વચ્ચે ઊભા રહીને ગઈ કાલે મહિલાઓએ છઠપૂજા મહાપર્વનો આરંભ કર્યો હતો અને ઝેરી ફીણવાળા પાણીમાં ઊભાં રહીને સૂર્યદેવને અર્ઘ્ય આપ્યો હતો. ચાર દિવસના છઠ પૂજા મહાપર્વનો ગઈ કાલે આરંભ થયો હતો અને પહેલા દિવસે નહાય-ખાય ઉત્સવમાં મહિલાઓ અને પુરુષોએ ફીણ ધરાવતા પાણીમાં ઊભાં રહીને પૂજા કરી હતી.
દિલ્હીમાં કાલિન્દી કુંજ વિસ્તારમાં ફીણના ઢગલા વચ્ચે પૂજાનો આરંભ થયો હતો.