04 January, 2023 06:17 PM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચેન્નઈમાં (Chennai) મંગળવારે ખાડામાંથી બચવાનો પ્રયત્ન કરતી વખતે એક 22 વર્ષીય મહિલા પોતાના વાહનમાંથી નીચે પડી ગઈ, જેના પછી તેને એક ટ્રકે કચડી. પીડિતા શોભના એક ખાનગી ટેક કંપની જોહો (Zoho)માં ઇન્જીનિયર તરીકે પર કામ કરી રહી હતી. શોભના કહેવાતી રીતે પોતાના ભાઈને એનઈઈટી કોચિંગ ક્લાસ માટે એક સંસ્થાનમાં છોડવા જઈ રહી હતી. અકસ્માતમાં ભાઈને પણ ઈજા આવી પણ તે જીવીત છે અને આની સારવાર ચાલી રહી છે.
પોલીસે કહ્યું કે ન તો શોભનાએ અને ન તો તેના ભાઈએ હેલમેટ પહેર્યો હતો. ટ્રક ચાલકની ઓળખ મોહન તરીકે થઈ, જેને દુર્ઘટના પછી ઘટનાસ્થળેથી ફરાર થયા બાદ ધરપકડ કરી લેવામાં આવી. પૂનમલ્લી પોલીસે એક નિવેદનમાં કહ્યું, "તેમાંથી કોઈએ પણ હેલમેટ પહેર્યું નહોતું. ટ્રક ચાલક મોહનને બેદરકારીથી ગાડી ચલાવવા અને મૃત્યુનું કારણ બનવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. નાગરિક અધિકારીઓએ રસ્તાના ક્ષતિગ્રસ્ત ભાગની મરમ્મત કરી દીધી છે."
જોહોના સીઈઓ શ્રીધર વેમ્બુએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો અને શોભનાના મોત માટે ખરાબ રસ્તાને જવાબદાર ઠેરવ્યા. શ્રીમાન વેમ્બુએ ટ્વીટ પર લખ્યું, "અમારા ઈન્જીનિયરોમાંથી એક શોભનાનું દુઃખદ મૃત્યુ થયું છે જ્યારે તેમનું સ્કૂટર ચેન્નઈમાં મદુરવોયલ પાસે ભારે ખાડાવાળા રસ્તા પર સરી પડ્યો. તે પોતાના નાનાભાઈને સ્કૂલ લઈ જઈ રહી હતી. અમારા ખરાબ રસ્તાએ તેના પરિવારને દુઃખદ નુકસાન પહોંચાડ્યું છે."
આ પણ વાંચો : સંબંધ તોડ્યો તો તૂટ્યુ શરીર, યુવકે યુવતીની ગરદન, પેટ ને હાથ પર માર્યા છરીના ઘા
શોભનાના મૃતદેહને પોલીસે પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે.