08 November, 2024 05:27 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
તસવીર: એજન્સી
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આજે પણ રદ કરાયેલી કલમ 370ને ફરીથી લાવવા માટે ફરી હોબાળો થયો છે. કુપવાડાના પીડીપી ધારાસભ્યએ કલમ 370ની (Chaos in Jammu and Kashmir Assembly) પુનઃસ્થાપના પર બૅનર બતાવ્યા બાદ સત્રના પાંચમા દિવસે પણ જોરદાર વિધાનસભામાં હંગામો થયો હતો. આજે ફરી ધારાસભ્યો વચ્ચે સ્ટ્રીટ સ્ટાઈલની મારપીટ થઈ હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એન્જિનિયર રશીદના ભાઈ અને અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખને હાજર માર્શલો દ્વારા વિધાનભવનની બહાર લઈ જવામાં આવ્યા હતા. વિધાનસભામાં પીડીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પહેલા ગુરુવારે પણ વિધાનસભામાં ભારે હોબાળો થયા બાદ ધારાસભ્યો એકબીજા સાથે બાખડી પડ્યા હતા.
PDP અને પીપલ્સ કોન્ફરન્સ (PC) સહિતના ધારાસભ્યોના જૂથે ગુરુવારે વિધાનસભામાં (Chaos in Jammu and Kashmir Assembly) નવો ઠરાવ રજૂ કર્યો હતો. જેમાં કલમ 370 અને 35Aને જમ્મુ અને કાશ્મીરમાં તેના મૂળ સ્વરૂપમાં તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માગણી કરવામાં આવી હતી. વિધાનસભાએ એનસી દ્વારા ખસેડવામાં આવેલ ઠરાવ પસાર કર્યાના એક દિવસ બાદ આ ઠરાવ આવ્યો હતો. ગુરુવારે ગૃહમાં હોબાળા વચ્ચે, સ્પીકર અબ્દુલ રહીમ રાથેરને નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. પીડીપીના સભ્યો વાહીદ પારા (ધારાસભ્ય પુલવામા) અને ફૈયાઝ મીર (વિધાનસભ્ય કુપવાડા), હંદવાડાના પીપલ્સ કોન્ફરન્સ ધારાસભ્ય સજ્જાદ લોન, લંગેટથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય શેખ ખુર્શીદ અને શોપિયાના અપક્ષ ધારાસભ્ય શબીર કુલ્લે દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે આ ગૃહ જમ્મુ અને કાશ્મીર (Chaos in Jammu and Kashmir Assembly) પુનર્ગઠન અધિનિયમ, 2019 ના અમલ સાથે કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35A ના ગેરબંધારણીય અને એકપક્ષીય રદ્દીકરણની સખત નિંદા કરે છે. આ ક્રિયાઓએ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો અને રાજ્યનો દરજ્જો છીનવી લીધો. આનાથી બંધારણ દ્વારા પ્રદેશ અને તેના લોકોને મૂળરૂપે આપવામાં આવેલી મૂળભૂત બાંયધરી અને સુરક્ષાને નબળી પડી. તે જ સમયે, વિધાનસભાએ બુધવારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ઘાટીના રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને આવકાર્યો હતો, જ્યારે મુખ્ય વિપક્ષ ભાજપે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં ચાલી રહેલા વિવાદના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો અને તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે સરકાર પક્ષ અને વિરોધી પક્ષના ધારાસભ્યો એકબીજા પર લાત મુક્કા વરસાવી રહ્યા છે. ભાજપનો દાવો છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 (Chaos in Jammu and Kashmir Assembly) હવે ઈતિહાસ બની ગઈ છે અને તેને ફરીથી લાગુ કરી શકાય નહીં. આ દાવો સાચો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે મંજૂરી આપી દીધી છે.