ઇસરો આજે ચન્દ્ર પર વિક્રમ અને પ્રજ્ઞાનને જગાડશે

22 September, 2023 10:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇમ્પ્રેસિવ રીતે મિશનને પાર પાડ્યા બાદ આ મહિનાની શરૂઆતમાં આ લૅન્ડર અને રોવરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યાં હતાં

ફાઇલ તસવીર

ચન્દ્રના દ​ક્ષિણ ધ્રુવ પ્રદેશમાં લાંબી રાતનો અંત થવા જઈ રહ્યો છે કે જ્યાં ભારતનાં વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવર ગયા મહિને ઊતર્યાં હતાં. આજે જ્યારે ચન્દ્રના આ પ્રદેશમાં પરોઢ પડશે ત્યારે ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) ચન્દ્રયાન-3 મિશનનાં વિક્રમ અને પ્રજ્ઞાનને જગાડવાની કોશિશ કરશે.

પૃથ્વીના ૧૨ દિવસ સુધી ઇમ્પ્રેસિવ રીતે મિશનને પાર પાડ્યા બાદ આ મહિનાની શરૂઆતમાં આ લૅન્ડર અને રોવરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યાં હતાં. જો ઇસરો ગાઢ નિંદ્રામાંથી વિક્રમ અને પ્રજ્ઞાનને જગાડી શકશે તો એ અભૂતપૂર્વ સિદ્ધિ હશે અને એનાથી ચન્દ્રની સપાટી પર એક્સપરિમેન્ટ્સ કરવા માટે ઇસરોને વધુ તક મળશે.

શરૂઆતમાં પૃથ્વીના ૧૪ દિવસનું પ્લાનિંગ હતું. જોકે એના બદલે વિક્રમ અને પ્રજ્ઞાનનું મિશન બે દિવસ પહેલાં કમ્પ્લીટ કરવાનો નિર્ણય સૂર્યની પૉઝિશનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. જ્યારે વિક્રમ ૨૩ ઑગસ્ટે લૅન્ડ થયું હતું ત્યારે શિવ શક્તિ લૅન્ડિંગ સાઇટ પર ઑલરેડી સૂર્ય ઊગી ગયો હતો અને સૂર્યની સ્થિતિ આદર્શ હતી. 
વિક્રમ અને પ્રજ્ઞાનની સિસ્ટમ્સ યોગ્ય રીતે કામ કરે એના માટે સૂર્ય ક્ષિતિજથી છથી નવ ડિગ્રીની વચ્ચે હોવો જોઈએ.  

chandrayaan 3 isro indian space research organisation national news