Chandrayaan 2: ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યું લેન્ડર વિક્રમ

04 September, 2019 03:21 PM IST  |  દિલ્હી

Chandrayaan 2: ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યું લેન્ડર વિક્રમ

ઈસરોએ બુધવારે ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમે ચંદ્રની સૌથી છેલ્લી કક્ષામાં પહોંચાડવાનો બીજો તબક્કો સફળતાપૂર્વક પૂરો કરી લીધો છે. ઈસરોએ વૈજ્ઞાનિકોએ સારે 3:42 વાગે ઓન બોર્ડ પોપેલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને લેન્ડર વિક્રમને ચંદ્રની સૌથી નીચલી કક્ષામાં પહોંચાડી દીધું છે. બે દિવસ પહેલા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 2ના ઓર્બિટરથી લેન્ડર વિક્રમને છુટું પાડીને ઈતિહાસ રચ્યો હતો. હવે આખું વિશ્વ સાત સપ્ટેમ્બરે 1.55 વાગે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરશે.

ટોટલ 9 સેકન્ડની પ્રક્રિયા

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન 2 લેન્ડર વિક્રમને ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોંચાડવાનું કાર્ય બુધવારે વહેલી સવારે 3 વાગીને 42 મિનિટે સફળતાપૂર્વક અને આયોજન પૂર્વક કરવામાં આવ્યું. આ આખી પ્રક્રિયા 9 સેકન્ડમાં પૂરી થઈ હતી. હવે આગામી ત્રણ દિવસ સુધી લેન્ડર વિક્રમ ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં ચક્કર લગાવશે. આ ત્રણ દિવસ સુધી લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની તપાસ ચાલુ રહેશે.

સાત સપ્ટેમ્બરે રચાશે ઈતિહાસ

આયોજન પ્રમાણે જો બધું સમુસૂતરું પાર પડ્યું તો લેન્ડર વિક્રમ અને તેની અંદર રહેલું રોવર પ્રજ્ઞાન સાત સપ્ટેમ્બરે મોડી રાત્રે 1 વાગીને 30 મિનિટે 2 વાગીને 30 મિનિટ વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરવાની આશા છે. લેન્ડર વિક્રમ બે ખાડા મંજિનસ સી, સિમપેલિયસ એન કે વચ્ચેના મેદાનમાં લગભગ 70 દક્ષિણ અક્ષાંશ પર લેન્ડ થશે. ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ લેન્ડર વિક્રમમાંથી રોવર એ જ દિવસે સવારે 5 વાગીને 30 મિનિઠી છ વાગીને 30 મિનિટ વચ્ચે છુટું પડશે.

આ પણ વાંચોઃ PM મોદી સાથે જુઓ ચંદ્રની સપાટી પર Chandrayaan 2નું લેન્ડિંગ

500 મીટરનું ડિસ્ટન્સ પુરુ કરશે રોવર

રોવર પ્રજ્ઞાન એક ચંદ્ર દિવસ એટ લે કે ધરતીના કુલ 14 દિવસ ચંદ્રની સપાટી પર રહીને પરીક્ષણ કરશે. આ 14 દિવસમાં તે 500 મીટર અંતર કાપશે. ચંદ્રની સપાટી પર સતત 14 દિવસ સુધી પ્રયોગ કર્યા બાદ તે રોવર નિષ્ક્રિય થઈ જશે. અને ચંદ્રની સપાટી પર અનંતકાળ સુધી રહેશે. પ્રજ્ઞાન પહેલા ચંદ્ર પર સોવિયેત યુનિયન, અમેરિકા, ચીન, સહિતના પાંચ રોવર પણ ચંદ્ર પર નિષ્ક્રિય પડ્યા છે. બીજી તરફ ઓર્બિટર ચંદ્રની કત્રામાં 100 કિમીની ઉંચાઈ પર પરિક્રમા કરતું રહેશે.વિક્રમની સ્પીડ દર સેકન્ડે 2 મીટર હશે. ભારતીય વૈજ્ઞાનિકો સામે સૌથી મોટો પડકાર આ સ્પીડ ઘટાડવાનો છે. વૈજ્ઞાનિકો ભારતમાં બેસીને ઓન બોર્ડ સિસ્ટમ એનલાઈઝ કરીને એક્ઝિક્યુટ કરશે.

national news isro