કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માર્ચથી મે દરમિયાન લૂ માટે જાહેર કરી ખાસ એડવાઈઝરી

28 February, 2023 10:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

માર્ચ મહિનાથી મે સુઘી ચાલવારી સંભવતઃ લૂ માટે એડવાઈધરી જાહેર કરવામાં આવી. સૂતી આછા કલરના કપડા પહેરવા અને સીધું તડકાના સંપર્કમાં આવતા બચવું. શરાબ, ચા, કૉફી અને કાર્બોનેટેડ તેમજ કોલ્ડ ડ્રિન્ક્સનો ઓછો ઉપયોગ કરવો.

પ્રતીકાત્મક તસવીર

ગરમ હવાના ખરાબ પ્રભાવથી બચવા માટે વધારે માત્રામાં પાણી પીવું.

માર્ચ મહિનાથી મે સુઘી ચાલવારી સંભવતઃ લૂ માટે એડવાઈધરી જાહેર કરવામાં આવી. સૂતી આછા કલરના કપડા પહેરવા અને સીધું તડકાના સંપર્કમાં આવતા બચવું. શરાબ, ચા, કૉફી અને કાર્બોનેટેડ તેમજ કોલ્ડ ડ્રિન્ક્સનો ઓછો ઉપયોગ કરવો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માર્ચથી મે સુધી ચાલનારી સંભવતઃ લૂ માટે એડવાઈઝરી જાહેર કરી છે. આની સાથે જ વર્ષ 2023 માટે ભારત હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા પહેલીવાર ચેતવણી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન શું કરવું અને શું નહીં.

ગરમી સંબંધિત બીમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય મંત્રાલયે એક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ સંભવ હોય, તરસ ન લાગી તેમ છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. નાગરિકોને ઓરલ રિહાઈડ્રેશન સૉલ્યૂશન (ORS)નો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. આની સાથે જ ઘરમાં બનેલા પીણાં દેવા લીંબુ પાણી, છાસ/લસ્સી, ફળોના રસમાં થોડુંક મીઠું મિક્સ કરીને પીવા માટે કહેવમાં આવ્યું છે.

મંત્રાલયે એ પણ સલાહ આપી છે કે પાતળાં, ઢીલા, સૂતી આછાં કપડા પહેરવા અને સીધું તડકાંનો સંપર્ક ટાળવો અને દરમિયાન છત્રી, ટોપી, ટોવેલ અને અન્ય પારંપરિક હેડ ગિયરનો ઉપયોગ કરીને માથું ઢાંકવું. સરકારે જનતાને રેડિયો સાંભળવા. સમાચાર પત્ર વાંચવા અને સ્થાનિક હવામાન સમાચારો માટે ટીવી જોવા માટે કહ્યું. એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકો ભારત હવામાન વિજ્ઞાન વિભાગની વેબસાઈટને પણ ટ્રેક કરી શકે છે. દિશાનિર્દેશો પ્રમાણએ બહારની ગતિવિધિઓ દિવસમાં ઠંડીના સમયે એટલે કે સવારે અથવા સાંજ સુધી સીમિત રાખવા માટે કહેવામાં આવ્યું છે.

સાથે જ કહેવામાં આવ્યું છે કે લોકો સારી રીતે હવા અને ઠંડી જગ્યાઓમાં ઘરે રહેવું. સીધો તડકો અને ગરમીની લહેરનો ઘરની અંદર ન આવવા દેવું. દિવસ દરમિયાન ભારીઓ અને પડદા બંધ રાખવા અને તેમને રાતે ખોલી દીધા જેથી ઠંડી હવા અંદર આવી શકે.

આ પણ વાંચો : લગ્નની વિધિઓ દરમિયાન દુલ્હનનું એકાએક મોત, પરિજનોએ કર્યું એવું કે બદલાઈ ગઈ દુલ્હન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગરમી દરમિયાન ગરમ હવાઓના ખરાબ પ્રભાવથી બચવા માટે શરાબ, ચા, કૉફી અને કાર્બોનેટેડ કૉલ્ડ ડ્રિન્ક્સ કે મોટી સાકરવાળા પદાર્થ પીવાથી બચવું. કહેવામાં આવ્યું છે કે આ પીણાંના વધારે સેવનથી પેટમાં એઠવાડ પેદા થાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. એ પણ કહેવામાં આવ્યું કે ખૂબ જ વધારે પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોના સેવનથી પણ બચવું.

national news mumbai weather Weather Update