04 October, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે ‘મૅરિટલ રેપ એટલે કે પતિ દ્વારા પત્નીની સહમતી વગર જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાના કૃત્યને ગુનો જાહેર
કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણા કાયદામાં એના માટે પૂરતી જોગવાઈઓ સામેલ છે જેમાં મહિલાઓને ન્યાય મળી શકે છે.’
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે લીગલ કરતાં સામાજિક મુદ્દો વધારે છે, કારણ કે એની સમાજ પર વ્યાપક અસર થાય એમ છે. મૅરિટલ રેપને ગુનો જાહેર કરવો એ સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી એવું પણ કેન્દ્ર સરકારે ઍફિડેવિટમાં જણાવ્યું છે. એની સાથે સરકારે એમ પણ કહ્યું છે કે બધા હિતધારકો સાથે ચર્ચા કર્યા વિના આ મુદ્દા પર કોઈ નિર્ણય લઈ ન શકાય.