બિહારને વિશેષ દરજ્જો નહીં મળે : RJDએ નીતીશકુમારને ટોણો માર્યો

23 July, 2024 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આને પગલે RJDએ નીતીશકુમારને ટોણો માર્યો હતો અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું

નીતીશકુમાર

કેન્દ્ર સરકાર બિહારને સ્પેશ્યલ કૅટેગરી સ્ટેટસ આપવા માટે તૈયાર નહીં હોવાથી લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને નીતીશકુમાર પર પ્રહાર કરવાનો મોકો મળ્યો છે. બિહારના આર્થિક વિકાસ અને ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર બિહારને સ્પેશ્યલ સ્ટેટસ અને મોસ્ટ બૅકવર્ડ સ્ટેટનો દરજ્જો આપવાનો કોઈ પ્લાન ધરાવે છે? એવા બિહારના ઝાંઝરપુરના જનતા દળ યુનાઇટેડ (JDU)ના સંસદસભ્ય રામપ્રીત માંડલના સવાલના જવાબમાં નાણાખાતાના રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ એક લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો આવો કોઈ પ્લાન નથી. આને પગલે RJDએ નીતીશકુમારને ટોણો માર્યો હતો અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે નીતીશકુમાર અને JDUના નેતાઓએ કેન્દ્રમાં સત્તાના ફળનો આનંદ માણવો જોઈએ અને સ્પેશ્યલ સ્ટેટસ પર તેમના નાટકની રાજનીતિ ચાલુ રાખવી જોઈએ. 

bihar nitish kumar rashtriya janata dal janata dal united national news