આજે સંસદમાં રામમંદિર પર ચર્ચા

10 February, 2024 11:43 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી આવતી કાલે સાંજે પાંચ વાગ્યે ​વિદાય-પ્રવચન આપે એવી શક્યતા છે.

મહાનાયક અમિતાભ બચ્ચને ગઈ કાલે અયોધ્યાના રામમંદિરમાં બાલકરામનાં દર્શન કર્યાં હતાં.

કેન્દ્ર સરકાર આવતી કાલે સંસદનાં બન્ને ગૃહમાં રામમંદિર વિશે ચર્ચા કરશે. આમ તો રામમંદિર વિશે સીધી ચર્ચા થઈ ન શકે એથી એક ખરડો રજૂ કરવામાં આવશે. બન્ને ગૃહના બીજેપીના સંસદસભ્યોને સદનમાં હાજર રહેવા એક વ્હ‌િપ જારી કરવામાં આવ્યો છે. આજે બજેટ સત્રનો અંતિમ દિવસ છે. નરેન્દ્ર મોદી આવતી કાલે સાંજે પાંચ વાગ્યે ​વિદાય-પ્રવચન આપે એવી શક્યતા છે.

પીએમની પનિશમેન્ટ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે પસંદગીના સંસદસભ્યો સાથે સંસદની કૅન્ટીનમાં ખાસ જમવા ગયા હતા. નરેન્દ્ર મોદીએ આજે ફરીથી અમુક સંસદસભ્યોને ચોંકાવતાં કહ્યું કે આજે હું તમને પનિશમેન્ટ આપીશ. ત્યાર બાદ બપોરે બે વાગ્યે મોદી તેમને કૅન્ટીનમાં જમવા લઈ ગયા હતા અને તેમની સાથે દાળ-ભાત, ખીચડી અને તલના લાડુ સહિત સામાન્ય ભોજન લીધું અને ચર્ચાવિચારણા કરી હતી. ભોજનમાં મોદી સાથે બીજેપી ઉપરાંત વિપક્ષના સંસદસભ્યો પણ હતા.

indian government parliament national news ram mandir narendra modi