midday

સંસદસભ્યોનો પગારવધારો : હવે મહિને ૧ લાખને બદલે મળશે ૧.૨૪ લાખ રૂપિયા

25 March, 2025 08:28 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

પેન્શન અને ભથ્થું પણ વધ્યાં : નવો પગારવધારો ૨૦૨૩ની એક એપ્રિલથી લાગુ થયેલો ગણાશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભાના સંસદસભ્યોના પગારમાં મોટો વધારો કર્યો છે. હવે તેમને ૨૪ ટકા વધારે પગાર મળશે, એટલે હવે તેમને દર મહિને ૧.૨૪ લાખ રૂપિયાનો પગાર મળશે. સરકારના જાહેરનામા મુજબ નવો પગારવધારો ૨૦૨૩ની ૧ એપ્રિલથી લાગુ થયેલો ગણાશે. સંસદસભ્યોના પગારવધારા વિશે સરકારે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, એને ધ્યાનનાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.

કેટલો વધારો?
પગાર : ૧,૦૦,૦૦૦થી વધારીને ૧,૨૪,૦૦૦ રૂપિયા.
ભથ્થું : ૨૦૦૦થી વધારીને ૨૫૦૦ રૂપિયા.
ભૂતપૂર્વ સંસદસભ્યોનું પેન્શન : ૨૫,૦૦૦થી વધારીને ૩૧,૦૦૦ રૂપિયા.

Lok Sabha Rajya Sabha parliament indian economy political news national news news