22 December, 2022 10:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
ઉદ્ઘવ ઠાકરેના (Uddhav Thackeray) નેતૃત્વવાળી શિવસેનાની ટીમે રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતને પત્ર મોકલવાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ પ્રોટોકૉલનું પાલન ન કરવા પર `ભારત જોડો યાત્રા`ને સ્થગિત કરવા અથવા તેના પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે.
ઠાકરે કેમ્પના રાજનૈતિક મુખપત્ર `સામના`ના એક સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, "સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સલાહ આપી છે કે કાં તો `ભારત જોડો યાત્રા`માં કોવિડ પ્રોટોકૉલનું પાલન કરો કાં તો પગપાળા માર્ચ અટકાવી દો. રાહુલ ગાંધીએ પોતાની `ભારત જોડો યાત્રા`ના 100 દિવસ પૂરા કરી લીધા છે અને મોટાપાયે જનસમર્થન હાંસલ કરી રહ્યા છે. સરકાર કાયદો અથવા ષડયંત્રથી આને અટકાવી શરી નહીં. એવામાં લાગે છે કે કેન્દ્ર સરકાર `કોવિડ-19` વાયરસ લઈને આવી છે."
આમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત જોડો યાત્રાની ભીડને કારણે કોવિડના કેસ વધવાનો ડર યોગ્ય છે, પણ ત્રણ વર્ષ પહેલા જ્યારે કોરોના કેર વરસાવી રહ્યો હતો, ત્યારે તમે જ હતા ને જેમણે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગુજરાતમાં આમંત્રણ આપ્યું હતું અને લાખો લોકોને ગુજરાતમાં એકઠા કર્યા હતા."
આ પહેલા મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને પાર્ટીની ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ-19 દિશા-નિર્દેશોનું મક્કમતાથી પાલન કરવા માટે કહ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રીએ પત્રમાં કહ્યું, "રાજસ્થાનમાં ચાલતી ભારત જોડોય યાત્રા દરમિયાન કોવિડ દિશા-નિર્દેશોનું મક્કમતાથી પાલન કરવું. માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ લાગુ પાડવામાં આવવો જોઈએ. માત્ર વેક્સિનેશન કરાવેલા લોકોએ જ ભાગ લેવો જોઈએ." માંડવિયાએ કૉંગ્રેસને પ્રોટોકૉલ પાલન ન કરવા પર પદયાત્રા સ્થગિત કરવાની પણ સલાહ આપી છે.
પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે, "જો COVID પ્રોટોકૉલનું પાલન કરવું શક્ય નથી, તો સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમરજન્સીને ધ્યાનમાં રાખતા, ભારત જોડો યાત્રાને રાષ્ટ્રીય હિતમાં સ્થગિત કરી દેવી જોઈએ."
પત્ર બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતની સાથે-સાથે કૉંગ્રેસ નેતાઓએ આકરી પ્રતિક્રિયાઓ આપી છે. દાવો કરવામાં આવ્યો છે કે પત્ર એટલા માટે લખવામાં આવ્યો, કારણકે મોદી સરકાર ભારત જોડો યાત્રાામં મોટી સંખ્યામાં ભીડ એકઠી થવાથી ચિંતિત છે.
ગેહલોતે બુધવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું "બીજેપી અને મોદી સરકાર રાજસ્થાનમાં ભારત જોડો યાત્રામાં મોટી સંખ્યામાં ભીડ થકી ગભરાયેલી છે કે તે રાહુલ ગાંધીને રાજસ્થાનમાં કોવિડ-19 પ્રોટોકૉલનું પાલન કરવા માટે પત્ર લખી રહ્યા છે."
આ પણ વાંચો : ભારત જોડો યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધીની ફટકી, જુઓ વીડિયો
મુખ્યમંત્રીએ કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રીના પગલાં પરથી સ્પષ્ટ ખબર પડે છે કે ભાજપનો હેતુ યાત્રામાં મુશ્કેલી પેદા કરવાનો છે. તેમણે આગળ કહ્યું, "ભારત જોડો યાત્રા માટે વધતા જનસમર્થનથી પરેશાન, બીજેપીનો ઉદ્દેશ્ય આમાં મુશ્કેલી ઊભી કરવાનો છે." તેમણે આગળ આરોપ મૂક્યો છે કે પત્ર લખવાનું પગલું જનતાના હિતમાં નહીં પણ `રાજનીતિથી પ્રેરિત` હતું.
આ પણ વાંચો : ‘એક 32 વર્ષીય વ્યક્તિએ આ ખોખે સરકારને હલાવી નાખી’ આદિત્ય ઠાકરેએ સાધ્યું નિશાન
ગેહલોતે કહ્યું, "પીએમ મોદીએ બે દિવસ પહેલા ત્રિપુરામાં રેલીઓ કરી હતી, જ્યાં કોઈપણ કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવામાં આવ્યું નહોતું. કોવિડના બીજા વેવ દરમિયાન પણ, પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં મોટા પાયે રેલીઓ કરી હતી. જો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો ઉદ્દેશ રાજનૈતિક નથી અને તેમની ચિંતા યોગ્ય છે, તો તેમણે પહેલો પત્ર પ્રધાનમંત્રીને લખવો જોઈએ."