સીએએનો અમલ આવતા મહિનાથી?

28 February, 2024 08:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશભરમાં વ્યાપક વિરોધ વચ્ચે ૨૦૧૯માં સિટિઝનશિપ અમેન્ડેન્ટ ઍક્ટ પસાર કરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : પાડોશી દેશોમાંથી આવતી લઘુમતી કોમના લોકો ભારતમાં વસ્યા છે. તેમને સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) નાગરિકતા આપશે અને એનો અમલ આગામી મહિનાથી કરવામાં આવે એવી શક્યતા છે. દેશભરમાં વ્યાપક વિરોધ વચ્ચે ૨૦૧૯માં સિટિઝનશિપ અમેન્ડેન્ટ ઍક્ટ પસાર કરવામાં આવ્યો હતો અને સૌપ્રથમ વાર ધર્મને કસોટીની એરણ ઉપર મૂકવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે ધાર્મિક સતામણીને કારણે જો તેઓ નાસીને ભારતમાં આવ્યા હોય તો  મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતા ત્રણ મુસ્લિમ દેશોમાંથી બિનમુસ્લિમ નિરાશ્રિતોને​​​​ આ કાયદો મદદરૂપ થશે. જોકે છેલ્લાં થોડાં વરસોથી નવ રાજ્યોના ૩૦ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને હોમ સેક્રેટરીને સિટિઝનશિપ ઍક્ટ, ૧૯૫૫ હેઠળ હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચનને ભારતીય નાગરિકતા આપવાની સત્તા આપવામાં આવી છે. 

national news citizenship amendment act 2019