CBSE 12th result: આ વર્ષે પણ છોકરીઓ આગળ, આટલા ટકા આવ્યું પરિણામ

13 May, 2024 02:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

CBSE 12th, 10th Results 2024: ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પરિણામમાં 0.65 ટકાનો વધારો જોવા મળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર : મિડ-ડે)

દેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) 12માં ધોરણની બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE 12th, 10th Results 2024) જાહેર કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24માં સીબીએસસી બોર્ડ પરીક્ષામાં 87.98 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના પરિણામમાં 0.65 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમ જ આ વર્ષના પરિણામમાં 91 ટકા કરતાં વધુ વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે, જેથી છોકરાઓ કરતાં 6.4 ટકા છોકરીઓ પાસ થઈ છે. આ સાથે સીબીએસસી 12 બોર્ડમાં 24,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને 95 ટકા કરતાં વધારે માર્કસ મળ્યા છે તેમ જ 90 ટકા કરતાં વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 1.16 લાખ કરતાં વધુ છે.

શૈક્ષણિક વર્ષ 2023-24ની સીબીએસસી (CBSE 12th, 10th Results 2024) 12 બોર્ડ પરીક્ષામાં આ વર્ષે પણ છોકરીઓ કરતાં વધુ છોકરાઓ ફેલ થવાની સાથે તેમનું પરિણામ પણ ઓછું આવ્યું છે. ગયા વર્ષના સીબીએસસી બોર્ડ પરિણામની વાત કરીયે તો કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષની પરીક્ષામાં કુલ 91.52 ટકા છોકરીઓ પાસ થઈ છે જે છોકરાઓના પાસ થવાના પરિણામ કરતાં 6.40 ટકા છે. આ વર્ષે 24,068 જેટલા વિદ્યાર્થીઓને 95 ટકા કરતાં વધારે માર્કસ મળ્યા હતા, તો 1,16,145 વિદ્યાર્થીઓ 90 ટકા કરતાં વધારે માર્કસ મેળવવામાં સફળ રહ્યા હતા.

સીબીએસસી દ્વારા 1.22 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને (CBSE 12th, 10th Results 2024) `કમ્પાર્ટમેન્ટ`માં રાખવામાં આવ્યા છે. આ સંખ્યા ગયા વર્ષની સરખામણીએ થોડી ઓછી છે. આ વર્ષે 7,126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવેલી પરીક્ષામાં 16.21 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ રીતે જુઓ CBSC 12માં ધોરણની બોર્ડ પરીક્ષાનું પરિણામ

સીબીએસસીનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જઈને તેમનું રિઝલ્ટ જોઈ શકે છે. ત્યારબાદ વેબસાઇટના હોમ પેજ પર જઈને હોમપેજ પરથી રિઝલ્ટ સેક્શન પર ક્લિક કરો. અનેક વખત પરિણામ જાહેર થયા બાદ વેબસાઇટ (CBSE 12th, 10th Results 2024) અમુક સમય માટે ક્રેશ બંધ થઈ જાય છે જેથી અમુક સમય પછી પણ તમે આ વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકો છો. જો આ વેબસાઈટ ઓપન થઈ જાય તો તમારો રોલ નંબર અને શાળાનો નંબર રિઝલ્ટના સાઇટ પર ભરી નાખો. આ બંને નંબર નાખ્યા બાદ વેબસાઈટ પર તમારું રિઝલ્ટ બતાવશે અને તે બાદ તમે આ રિઝલ્ટનની કૉપી ડાઉનલોડ પણ કરી શકો છો.

સીબીએસસીના 10માં ધોરણની બોર્ડ પરીક્ષાનું પરિણામ પણ આગામી થોડા સમયમાં જાહેર કરવામાં આવવાનું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ cbse.gov.in અથવા cbseresults.nic.in આ બે વેબસાઇટ્સ પરથી તેમનું રિઝલ્ટ જોઈ અને ડાઉનલોડ કરી શકશે.

central board of secondary education 12th exam result xii result 10th result national news