અખિલેશ યાદવને સીબીઆઇનું તેડું : ગેરકાયદે માઇનિંગ કેસમાં પૂછપરછ થશે

29 February, 2024 10:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યાદવ ૨૦૧૨થી ૨૦૧૩ના જૂન દરમ્યાન માઇનિંગ ડિપાર્ટમેન્ટનો અખત્યાર સંભાળતા હતા

અખિલેશ યાદવ

નવી દિલ્હી : ગેરકાયદે માઇનિંગ કેસમાં સીબીઆઇએ સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવને સાક્ષી તરીકે બોલાવ્યા છે. એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ​અખિલેશ યાદવની ૨૯ ફેબ્રુઆરીએ પૂછપરછ કરવામાં આવશે. યાદવ ૨૦૧૨થી ૨૦૧૩ના જૂન દરમ્યાન માઇનિંગ  ડિપાર્ટમેન્ટનો અખત્યાર સંભાળતા હતા. ઉત્તર પ્રદેશના સાત જિલ્લા શામલી, કૌશંબી, ફતેહપુર, દેવરિયા, સહરાનપુર, હમીરપુર અને સિદ્ધાર્થનગરમાં ગેરકાયદે માઇનિંગના કેસો જાણવા મળ્યા હતા. સરકારી અ​ધિકારીઓએ ૨૦૧૨ અને ૨૦૧૬ના વર્ષ દરમ્યાન નિયમોના ઉલ્લંઘન દ્વારા અમુક ગેરકાયદે માઇનિંગ સાઇટની ફાળવણી કરી હતી, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશના ઉલ્લંઘનમાં માઇનિંગ રાઇટ્સ પણ આપવામાં આવ્યા હતા.

national news akhilesh yadav central bureau of investigation