લાલુ પ્રસાદ યાદવની જામીન વિરુદ્ધ સીબીઆઇની અરજી 

19 August, 2023 10:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સીબીઆઇએ આ કેસમાં ૭૪ વર્ષના લાલુ પ્રસાદ યાદવને જામીન આપવાના ઝારખંડ હાઈ કોર્ટના આદેશને પડકાર્યો હતો.

ફાઈલ ફોટો

નવી દિલ્હી (એ.એન.આઇ): સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ઝારખંડના દોરાન્ડા ટ્રેઝરી કેસમાં આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)ના નેતા લાલુ પ્રસાદ યાદવને આપવામાં આવેલા જામીનને પડકારતી સીબીઆઇની અરજીને લિસ્ટ કરવા માટે સંમતિ આપી છે. આ કેસમાં લાલુને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કરોલ અને મનોજ મિશ્રાની બેન્ચ ૨૫ ઑગસ્ટના રોજ આ મામલાને યાદીમાં સમાવવા સંમત થઈ હતી. સીબીઆઇએ આ કેસમાં ૭૪ વર્ષના લાલુ પ્રસાદ યાદવને જામીન આપવાના ઝારખંડ હાઈ કોર્ટના આદેશને પડકાર્યો હતો.

national news lalu prasad yadav bihar supreme court