શરાબ નીતિ કેસમાં મનીષ સિસોદિયાને CBI કૉર્ટે 4 માર્ચ સુધી મોકલ્યા રિમાન્ડ પર

27 February, 2023 07:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મનીષ સિસોદિયાને કાલે એટલે કે રવિવારે કહેવાતી રીતે આબકારી કૌંભાડ (Excise Scam) મામલે ધરપકડ કરી હતી. હવે આબકારી નીતિ મામલે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને CBI કૉર્ટે 4 માર્ચ સુધીની રિમાન્ડ પર મોકલી દીધા છે.

મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)

આબકારી નીતિ મામલે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને (Manish Sisodia) CBI કૉર્ટે 4 માર્ચ સુધીની રિમાન્ડ પર મોકલી દીધા છે. આ મામલે 5 દિવસની રિમાન્ડ સીબીઆઈએ માગી હતી જે તેને મળી ગઈ છે. સિસોદિયા (Manish Sisodia)ને સીબીઆઈએ સોમવારે રાઉજ એવેન્યૂ કૉર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ પાંચ દિવસની અટકની માગ કરી. જ્યારે મનીષ સિસોદિયાના વકીલે કહ્યું કે સીબીઆઈએ તપાસમાં સામેલ થવા માટે તેમને નોટિસ મોકલી, એ પણ ત્યારે જ્યારે દિલ્હીમાં બજેટ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તેમણે સીબીઆઈ પાસે સમય માગ્યો અને કાલે પૂછપરછ માટે લઈ ગયા. સિસોદિયાને ગઈકાલે એટલે કે રવિવારે કહેવાતા આબકારી કૌભાંડ (Excise Scam) મામલે ધરપકડ કરી હતી. સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે સિસોદિયાએ શરાબ કૌભાંડમાં અપરાધિક ષડયંત્ર રચ્યું અને પુરાવા ખતમ કરવાનો પણ પ્રયત્ન કર્યો. તેમની ધરપકડ કર્યા બાદ સીબીઆઈ હેડક્વૉર્ટર (CBI Headquarters)માં જ રાખવામાં આવ્યા. અહીં ડૉક્ટર્સની ટીમ બોલાવીને તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું. અહીં, મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે.

આ પહેલા, સિસોદિયા કેસમાં સુનાવણી પૂરી થયા પછી કૉર્ટે નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. સોમવારે સુનાવણી દરમિયાન સિસોદિયાના ત્રીજા વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું, "સીબીઆઈ તે નિર્ણયની તપાસ કરવા માગે છે, જે ચૂંટાયેલી સરકારની કેબિનેટે લીધો હતો. એવું ન થઈ શકે. હું દિલ્હીનો નાણાંમંત્રી છું. તમે ટાઈમિંગ જુઓ. નાણાંમંત્રીની તમે ત્યારે ધરપકડ કરો છો, જ્યારે તેમને બજેટ રજૂ કરવાનું છે. પબ્લિક સર્વન્ટની ધરપકડ કરતા પહેલા સક્ષમ ઑથૉરિટી પાસેથી પરવાનગી લેવી જોઈએ."

સિસોદિયાના બીજા વકીલ (મોહિત માથુર)એ કહ્યું, "એક્સાઈઝ પૉલિસીને લઈને ઉપરાજ્યપાલ સાથે પણ ચર્ચા થઈ હતી. LGએ આપેલી સલાહ પણ આ પોલીસીમાં નાખવામાં આવી. જ્યારે ચર્ચા થઈ તો ષડયંત્ર ક્યાંથી થયું? આ ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ હતો. તેમ છતાં અમે LGની પરવાનગી માટે મોકલ્યું." તેમણે કહ્યું કે સીબીઆઈએ પણ તપાસમાં સામેલ થવા માટે નોટિસ મોકલી, તો તે પણ જ્યારે દિલ્હીમાં બજેટ રજૂ કરવાની તૈયારી કરવામાં આવતી હતી. તેમણે સીબીઆઈ પાસે સમય માગ્યો અને કાલે પૂછપરછ માટે લઈ ગયા. સિસોદિયાના વકીલે કહ્યું કે કહી રહ્યા છે કે તપાસમાં સહયોગ નથી કરતા, પણ જ્યારે તેમને બોલાવવામાં આવ્યા છે ત્યારે તેઓ ગયા છે. સર્ચ ઑપરેશન પણ કરવામાં આવ્યું. હવે સીબીઆઈ પ્રમાણએ જવાબ ન આપવામાં આવ્યો, તો અસહયોગ થઈ ગયું? 19 ઑગસ્ટે દરોડા પાડ્યા. 7 સપ્ટેમ્બરે નૉટિસ મળી કે ફોન આપો. 9 સપ્ટેમ્બરે ફોન આપી દીધો.

આ પણ વાંચો : Iran:સેંકડો છોકરીઓને અપાયું ઝેર! સ્કૂલ જતા અટકાવવાની હેવાનિયત, સરકારે કહ્યું આ..

સીબીઆઈએ કૉર્ટમાં કહ્યું કે શરાબ નીતિ કૌભાંડ મામલે એફઆઈઆરમાં મનીષ સિસોદિયા આરોપી નંબર વન છે. તપાસ એજન્સીએ કૉર્ટને જણાવ્યું કે ધરપકડાયેલ દિલ્હીના ઉપમુખ્યમંત્રીએ દાવો કર્યો કે આબકારી નીતિ મામલે તેમની કોઈ ભૂમિકા નથી, પણ તપાસ પરથી ખબર પડે છે કે તેમણે વ્યક્તિગત રીતે નિર્ણય લીધો છે. સીબીઆઈએ કૉર્ટને કહ્યું કે પૂછપરછ માટે તેને સિસોદિયાની રિમાન્ડની જરૂર છે.

national news manish sisodia delhi police delhi news new delhi crime branch