26 June, 2024 07:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજીની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે એ પહેલાં ગઈ કાલે રાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં તેમની તિહાડ જેલમાંથી ધરપકડ કરી હતી.
CBI આજે હવે તેમને કોર્ટમાં હાજર કરશે. ગઈ કાલે ધરપકડ કરતાં પહેલાં CBIના અધિકારીઓએ જેલમાં તેમની પૂછપરછ કરી હતી. અરવિંદ કેજરીવાલ અત્યારે દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં મની-લૉન્ડરિંગના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની કસ્ટડીમાં છે. આજે આ કેસમાં તેમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે આ ધરપકડ બાદ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલને જામીન મળવાની પૂરેપૂરી શક્યતા હોવાથી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે CBI સાથે મળીને આ ષડ્યંત્ર રચ્યું છે.
ટ્રાયલ કોર્ટે કેજરીવાલને આપેલા જામીનના ચુકાદા પર ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટે સ્ટે કેમ ન આપ્યો?