Calcutta HC: ‘ડાર્લિંગ’ બોલતાં પહેલાં સો વાર વિચારજો નહિતર આવી બનશે, જાણો શું છે મામલો

03 March, 2024 02:40 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Calcutta HC: હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈપણ અજાણી મહિલાને `ડાર્લિંગ` કહીને સંબોધે તો તેને યૌન ઉત્પીડનનો દોષી ગણવામાં આવશે

કોર્ટના ચુકાદાની પ્રતીકાત્મક તસવીર

કોલકત્તા હાઈકોર્ટે (Calcutta HC) તાજેતરમાં જ એક કેસને આધારે જાતીય શોષણને મુદ્દે એક એવું નિવેદન આપ્યું હતું કે તે જાણીને તમે પણ હવે ચેતી જશો. તમને જણાવી દઈએ કે કોલકાતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈપણ અજાણી મહિલાને `ડાર્લિંગ` કહીને સંબોધે તો તેને યૌન ઉત્પીડનનો દોષી ગણવામાં આવશે. હા, આ સાથે જ હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે કોઈ વ્યક્તિ આવું કરે તો તેને આઈપીસીની કલમ 354A હેઠળ જેલમાં પણ જવું પડી શકે છે.

કોલકાતા હાઈકોર્ટ (Calcutta HC)ના ન્યાયાધીશ પોર્ટ બ્લેરની સર્કિટ બેન્ચમાં અપીલની સુનાવણી વખતે આવું નિવેદન આપવામાં આવ્યું છે. હાઈકોર્ટની પોર્ટ બ્લેયર બેંચના જજ જય સેનગુપ્તાએ આરોપીની સજાને યથાવત રાખતા કહ્યું કે શેરીમાં અજાણી મહિલાને ડાર્લિંગ કહી શકાય નહીં. આ બીજું કઈ નહીં પણ જાતીય સતામણી સમાન છે.

શું છે આ સમગ્ર મામલો?

પ્રાપ્ત અહેવાલો અનુસાર આરોપીએ 21 ઓક્ટોબર, 2015ના રોજ આંદામાનના માયાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેબી જંક્શન પાસે એક મહિલા હેડ કોન્સ્ટેબલને સંબોધતા કહ્યું હતું કે, `ક્યા ડાર્લિંગ ચલાન  કરને આયી હૈ ક્યા.`  ત્યારબાદ કોર્ટે આ ટિપ્પણીને  નિંદનીય અને લૈંગિક અભિવ્યક્તિ ગણાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા પૂજા તહેવારોની રાત્રે આ મહિલા કોન્સ્ટેબલ પોતાની ફરજ બજાવી રહી હતી ત્યારે દારૂના નશામાં આવેલા એક અજાણ્યા પુરુષે આવા શબ્દો ઉચ્ચાર્યા હતા.

પોલીસ પાર્ટીએ આ શખ્સની અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યો હતો. જ્યારે મહિલા કોન્સ્ટેબલ સહિત પાર્ટીના બાકીના લોકો જંકશન પર જ રહ્યા હતા. આરોપીની અપીલ એડીશનલ સેશન્સ જજ, નોર્થ એન્ડ મિડલ આંદામાન દ્વારા નવેમ્બર 2023માં ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણે કલકત્તા હાઈકોર્ટ (Calcutta HC) સમક્ષ વર્તમાન અરજી દાખલ કરી હતી.

કોર્ટે આપ્યું આ નિવેદન કહ્યું કે...

કોર્ટે (Calcutta HC) આવું કથિત રીતે કહેવાના મુદ્દે જણાવ્યું હતું કે આરોપીની સામે જાતીય સતામણીનો કેસ નોંધવા સમાન છે. ત્યારે આરોપીએ ઉપરથી એવો દાવો કર્યો હતો કે તે દારૂના નશામાં હોવાના એવા કોઈ પુરાવા નથી. ત્યારે દલીલના જવાબમાં કોર્ટે કહ્યું કે આ રીતે ઉચ્ચારાયેલા શબ્દો જો સમાન્ય પરિસ્થિતિમાં બોલવામાં આવ્યાંબ હોટ તો કદાચ આ ગુનાની ગંભીરતા વધુ હોત.` 

બેન્ચે (Calcutta HC) નોંધ્યું હતું કે, "અજાણી મહિલાને તે પછી ભલે ને પોલીસ કોન્સ્ટેબલ હોય કે ન હોય, શેરીમાં કોઈ પુરુષ દ્વારા દારૂના નશામાં કે અન્ય સામાન્ય હાલતમાં પણ `ડાર્લિંગ` શબ્દથી સંબોધવું સ્પષ્ટપણે અપમાનજનક છે, અને વપરાયેલ શબ્દ અનિવાર્યપણે જાતીય સતામણી સમાન છે”

જસ્ટિસ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતીય સમાજના ધોરણો અત્યારે એવા નથી કે કોઈ પુરુષને અજાણી સ્ત્રીઓ માટે `ડાર્લિંગ` શબ્દના ઉપયોગ જેવા અભિવ્યક્તિઓનો ઉપયોગ કરવાની રાજીરાજી પરવાનગી આપવામાં આવે.

national news kolkata sexual crime india