અરવિંદ કેજરીવાલના શીશમહલમાં પડદા પાછળ ૯૬ લાખનો ખર્ચ

06 January, 2025 01:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૮.૬૨ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સામે વપરાયા અધધધ ૩૩.૬૬ કરોડ રૂપિયા

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં ૯૬ લાખ રૂપિયાના પડદા લગાવ્યા હોવાનો ખુલાસો કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG) ગિરીશ ચંદ્ર મુર્મુના રિપોર્ટમાં થયો છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧૬ લાખ રૂપિયા સિલ્ક કાર્પેટ, ૨૦.૩૪ લાખ રૂપિયા ટીવી કન્સોલ, ૧૮.૫૨ લાખ રૂપિયા જિમ ઇક્વિપમેન્ટ્સ અને ૪.૮ લાખ રૂપિયા મિની બાર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. દીવાલો માટે માર્બલ સ્ટોન ૨૦ લાખ રૂપિયામાં ખરીદવાનું નક્કી થયું હતું, પણ ફાઇનલ કૉસ્ટ ૬૬.૮૯ લાખ રૂપિયા થઈ હતી.

અરવિંદ કેજરીવાલના ૬, ફ્લૅગ સ્ટાફ રોડ પરના બંગલા અને ઑફિસના રિનોવેશનના કામનું પ્રિલિમનરી બજેટ ૭.૯૧ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યું હતું અને ૨૦૨૦માં કુલ ૮.૬૨ કરોડ રૂપિયાના અંદાજથી કામ આપવામાં આવ્યું હતું. જોકે ૨૦૨૨માં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે કામ પૂરું કર્યું ત્યારે ખર્ચનો આંકડો ૩૩.૬૬ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.

કઈ આઇટમ પાછળ કેટલો ખર્ચ?

આઇટમ

ખર્ચ (રૂપિયા)

ટીવી કન્સોલ

૨૦,૩૪,૨૦૦

મિની બાર યુનિટ

૪,૮૦,૦૫૨

એલ શેપ સોફા

૬,૪૦,૬૦૪

ટ્રેડમિલ, જિમ

૧૮,૫૨,૧૫૫

કિચન ઇક્વિપમેન્ટ્સ

૩૯,૦૮,૮૪૬

સિલ્ક કાર્પેટ

૧૬,૨૭,૬૯૦

રાઉન્ડ ટેબલ ડાઇનિંગ

 ૪,૮૦,૦૫૨

અપહોલ્સ્ટરી બેડ

૩,૯૯,૪૯૯

ફૉક્સ લેધર ક્લેડિંગ

૫,૪૫,૮૭૮

બર્મા ટીક વિનિયર મિરર

૨,૩૯,૨૨૩

 

arvind kejriwal new delhi political news news national news delhi news aam aadmi party