પત્નીના અવસાન પછી પણ તેનાથી અલગ નથી થયા ઓડિશાના આ બિઝનેસમૅન

06 October, 2024 11:59 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

૨૦૨૧ની ૨૫ એપ્રિલે મમ્મીનું અવસાન થયું એ પછી સંતાનોની ઇચ્છા હતી કે ઘરમાં મમ્મીનું પૂતળું રાખીએ

કિરણની લાઇફ-સાઇઝ પ્રતિમા સાથે પતિ પ્રશાંત કુમાર નાયક

ઓડિશાના બરહમપુરમાં બાવન વર્ષના બિઝનેસમૅન પ્રશાંત કુમાર નાયકે કોરોનાકાળમાં અવસાન પામેલી પોતાની પત્ની કિરણની લાઇફ-સાઇઝ પ્રતિમા બનાવડાવી છે. કિરણ નાયક સોફા પર બેઠાં હોય એ રીતે આ પ્રતિમા સિલિકૉનમાંથી બનાવવામાં આવી છે. પ્રશાંત નાયકને બે દીકરી અને એક દીકરો છે. ૨૦૨૧ની ૨૫ એપ્રિલે મમ્મીનું અવસાન થયું એ પછી સંતાનોની ઇચ્છા હતી કે ઘરમાં મમ્મીનું પૂતળું રાખીએ જેથી તેમની ગેરહાજરી ન વર્તાય. એને પગલે બૅન્ગલોરના એક ​શિલ્પકારને શોધીને તેની પાસેથી આ પ્રતિમા બનાવડાવવામાં આવી હતી, જેનો ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ ૮ લાખ રૂપિયા થયો હતો. આ વર્ષની શરૂઆતમાં મોટી દીકરીનાં લગ્ન પહેલાં મમ્મીની પ્રતિમાને ઘરે લાવવામાં આવી હતી.

odisha national news india offbeat news social media life masala