22 January, 2025 07:08 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
બુલેટ રાની
તામિલનાડુની રાજલક્ષ્મી નંદા ગઈ કાલે ૨૦૦૦ કિલોમીટરની બુલેટયાત્રા કરીને પ્રયાગરાજ પહોંચી હતી. બુલેટ રાનીના નામે જાણીતી રાજલક્ષ્મી ‘ચલો કુંભ, નહાઓ કુંભ’ના નારા સાથે જુુદાં-જુદાં રાજ્યોમાંથી પસાર થઈને મહાકુંભમાં પહોંચી છે. રાજલક્ષ્મીએ કહ્યું હતું કે મારી આ યાત્રા સનાતન ધર્મને મજબૂત બનાવવા માટે હતી, લોકો જાગ્રત થઈને મહાકુંભના મહત્વને સમજે એ માટે હતી, હું આટલું અંતર કાપીને મહાકુંભમાં સ્નાન કરવા અને એની અનુભૂતિ કરવા જઈ રહી છું એ જોઈને લોકો પણ પોતાના ઘરમાંથી નીકળે એ માટે હતી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પધાર્યા મહાકુંભમાં
ગઈ કાલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પ્રયાગરાજના પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું
મહાકુંભમાં તહેનાત છે રિવર ઍમ્બ્યુલન્સ પણ
મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓને મેડિકલ મદદની જરૂર પડે તો તેમને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવા ૧૨૫ રોડ અૅમ્બ્યુલન્સ ઉપરાંત ૧૭ રિવર અૅમ્બ્યુલન્સ અને એક અૅર અૅમ્બ્યુલન્સને ખડે પગે રાખવામાં આવી છે.