Budget 2024: મધ્યમવર્ગના લોકોને શું ફાયદો? મફત વિજળી સહિતની યોજનાઓ જાણો

01 February, 2024 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે મોદી સરકારના છેલ્લા વર્ષ 2.0માં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

નિર્મલા સીતારમણ

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે મોદી સરકારના છેલ્લા વર્ષ 2.0માં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ બજેટ ભાષણમાં ખાસ કરીને મધ્યમ વર્ગ માટે કેટલીક યોજનાઓની જાહેરાત કરી છે. આમાં સીતારમણે મધ્યમ વર્ગ માટે અલગ આવાસ યોજના શરૂ કરવાની વાત કરી હતી. એટલું જ નહીં મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તેમણે રૂફટોપ સોલર એનર્જી અંગે મોટી જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે આનાથી મધ્યમ વર્ગને દર વર્ષે વીજળી પર ખર્ચવામાં આવતા જંગી નાણાં બચાવવામાં મદદ મળશે.

મધ્યમ વર્ગ માટે શું જાહેરાત?

1. મધ્યમ વર્ગ માટે આવાસ

નાણામંત્રી સીતારમણે બજેટ (Budget 2024) ભાષણમાં કહ્યું કે સરકાર મધ્યમ વર્ગ માટે નવી યોજના બનાવશે. તેમણે કહ્યું કે અમારી સરકાર ભાડાના મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં અને   અનધિકૃત વસાહતોમાં રહેતા પાત્ર મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન ખરીદવા અથવા બાંધવામાં મદદ કરવા માટે એક યોજના શરૂ કરશે.

2. રૂફટોપ સોલારાઇઝેશન અને મફત વીજળી

સીતારમણે બીજી મોટી યોજના દ્વારા મધ્યમ વર્ગના પરિવારો માટે મદદની જાહેરાત કરી. તેમણે રૂફટોપ સોલર એનર્જી સ્કીમ હેઠળ એક કરોડ પરિવારોને લાવવાની વાત કરી હતી. સીતારમણની જાહેરાત મુજબ, રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાથી એક કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે. આ યોજના અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે માનનીય વડાપ્રધાનના ઠરાવના અનુસંધાનમાં લાવવામાં આવી છે. આનાથી અપેક્ષિત લાભો નીચે મુજબ છે.

નોંધનીય છે કે આ બજેટ દ્વારા સરકારને ત્યાં સુધી ખર્ચ કરવાની પરવાનગી મળે છે જ્યાં સુધી નવી સરકાર પૂર્ણ બજેટ પ્રસ્તાવિત કરીને પાસ ન કરી દે. આની સાથે જ વચગાળાના બજેટ દ્વારા નવી સરકારને સંપૂર્ણ બજેટ પર નિર્ણય લેવાની પણ પરવાનગી મળે છે. ચૂંટણી પરિણામ પછી કયા કારણે સરકાર સમય પર પૂર્ણ બજેટ રજૂ ન કરી શકે, તો તેને ખર્ચ માટે સદનની પરવાનગી લેવાની હોય છે.

ઉલ્લેખનીય છે કે ભારતનું સૌથી પહેલું બજેટ ૭ એપ્રિલનાં રોજ ૧૮૬૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં જેમ્સ વિલ્સને, બ્રિટીશ ક્રાઉન સમક્ષ રજુ કર્યું હતું. સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ નાણાં મંત્રી આર. કે, શનુખમ ચેટ્ટીએ ૧૯૪૭માં રજુ કર્યુ હતું. ૧૯૫૫-૬૬ દરમિયાન પહેલીવાર બજેટ સંબંધી તમામ દસ્તાવેજ હિન્દીમાં છાપવામાં આવ્યા હતાં. 
union budget nirmala sitharaman narendra modi new delhi national news