Budget 2024 : 25 કરોડ લોકોના માથેથી દૂર થઈ ગરીબી, 80 કરોડ લોકોની ભૂખ સંતોષાઈ- નાણામંત્રી

01 February, 2024 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Budget 2024: ભારતીય અર્થવ્યવસ્થામાં છેલ્લા 10 વર્ષમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

ભૂખ્યાં, ગરીબ બાળકોની પ્રતીકાત્મક તસવીર

નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ (Budget 2024) રજૂ કરી રહ્યા છીએ. બજેટ રજૂ કરતી વખતે તેઓએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં છેલ્લા 10 વર્ષમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અમારી કાર્યવાહીના આધારે અમે આશા રાખીએ છીએ કે સરકારને ફરીથી મજબૂત જનાદેશ મળશે. દેશે કોવિડ-19 રોગચાળાના પડકારોને પાર કરી, આત્મનિર્ભર ભારતનો પાયો નાખ્યો. માળખાકીય સુધારાઓ, જન-મૈત્રીપૂર્ણ કાર્યક્રમો અને રોજગારીની તકોએ અર્થવ્યવસ્થાને કાયાકલ્પ કરવામાં મદદ કરી.” 

કઈ રીતે મફત રાશનને કારણે ગરીબોની ભૂખ મટી છે

Budget 2024: નાણામંત્રીએ વધુમાં કહ્યું કે પંચ પંચ પ્રાણ અમૃતકાલ માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે. આ સાથે જ અમે 2047 સુધીમાં વિકસિત ભારત માટે કામ કરી રહ્યા છીએ. સામાજિક ન્યાય એ અમારી સરકારનું મોડેલ છે. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડરોને પીએમ - નિધિનો લાભ મળ્યો છે. PM વિશ્વકર્મા યોજનાનો પણ ફાયદો થયો છે. 

Budget 2024: નાણામંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે મફત રાશનથી 80 કરોડ લોકોની અન્નની ચિંતાનો અંત આવ્યો છે જ્યારે 2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી, ત્યારે ભારત વિશાળ પડકારોનો સામનો કરી રહ્યું હતું; સરકારે તેમના પર સાચા અર્થમાં નિયંત્રણ કર્યું છે.

મહિલા સશક્તિકરણ માટે પણ મહત્વપૂર્ણ કામ થયું છે 

Budget 2024: આગામી પાંચ વર્ષ દેશ માટે અભૂતપૂર્વ વિકાસનો સમય હશે, જે વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશે. સરકારનો ભાર જીડીપીના વિસ્તરણ, હજી વધારે યોગ્ય  શાસન, વિકાસ અને કામગીરી પર છે. 

આ સાથે જ તેઓએ કહ્યું કે ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવવું તેમ જ મહિલાઓ માટે એક તૃતીયાંશ વિધાનસભા બેઠકો અનામત રાખવી એ સરકારના મહિલા સશક્તિકરણ કાર્યક્રમને હાઇલાઇટ કરે છે. કોવિડ રોગચાળો હોવા છતાં પણ પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ત્રણ કરોડ મકાનો આપવામાં આવ્યા હતા. હજી પણ પરિવારોને બે કરોડ નવા મકાનો પણ આપવામાં આવશે.

સરકાર મધ્યમ વર્ગ માટે વિશેષ આવાસ યોજના લવવા જઈ રહી છે 

Budget 2024: સરકાર દેશ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અને વધુ સંસાધન કાર્યક્ષમ આર્થિક વિકાસને ટકાવી રાખવામાં મદદ કરશે. સરકાર ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે એક યોજના લાવશે.

`રૂફટોપ સોલાર` પ્રોજેક્ટ હેઠળ એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. નેનો યુરિયાનો ઉપયોગ એગ્રો-ક્લાઇમેટ ઝોનમાં વિવિધ પાકોમાં કરવામાં આવશે. સરકાર મધ્યમ વર્ગ માટે ખાસ આવાસ યોજના લાવશે, ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને ચાલમાં રહેતા લોકો માટે આ એક યોજના લાવવામાં આવશે. 

union budget nirmala sitharaman indian government national news parliament india