Breaking News: આંધ્રપ્રદેશમાં બે ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણનાં મોત

29 October, 2023 09:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આંધ્રપ્રદેશમાં એક એક્સપ્રેસ ટ્રેને એક સ્થિર ઊભેલી પેસેન્જર ટ્રેન સાથે ભયંકર ટક્કર (Terrible Train Accident) મારી છે. આ ગોઝારા અકસ્માતમાં (Breaking News) ત્રણ લોકો માર્યા ગયા છે

તસવીર: પીટીઆઈ

ઓડિશામાં ત્રણ-ટ્રેનની ભયાનક અથડામણના મહિનાઓ બાદ, રવિવારે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં એક એક્સપ્રેસ ટ્રેને એક સ્થિર ઊભેલી પેસેન્જર ટ્રેન સાથે ભયંકર ટક્કર (Terrible Train Accident) મારી છે. આ ગોઝારા અકસ્માતમાં (Breaking News) ત્રણ લોકો માર્યા ગયા છે.

પેસેન્જર ટ્રેન વિશાખાપટ્ટનમ (Andhra Pradesh Train Accident)થી રાયગડા જઈ રહી હતી. ઓવરહેડ કેબલ તૂટવાને કારણે તે બંધ થઈ ગઈ હતી. દરમિયાન પાછળથી આવી રહેલી પલાસા એક્સપ્રેસ ટ્રેન ઊભેલી ટ્રેન સાથે ટકરાઇ હતી અને ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સ્થળ પરથી મળેલી તસવીરોમાં પાટા પરથી ઊતરી ગયેલા કોચ અને આસપાસ લોકોની ભીડ જોવા મળી છે.

આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન જગન રેડ્ડીએ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે “મુખ્યપ્રધાને વિઝિયાનગરમ જિલ્લામાં કંટકપલ્લી ટ્રેન અકસ્માતની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને ઝડપી રાહત પગલાં લેવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો.”

તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, “મુખ્યપ્રધાને વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લી નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવા અને નજીકની હૉસ્પિટલોમાં તબીબી સારવાર પૂરી પાડવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.”

train accident indian railways andhra pradesh national news