24 December, 2022 10:37 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સિક્કિમ (Sikkim Bus Accident)માં એક ગોઝારો અક્સ્માત થયો છે. આજે એટલે કે શુક્રવારે જવાનોની એક ટ્રક ઊંડી ખીણમાં ખાબકી છે. જેમાં 16 જવાનો શહીદ થયા છે. ઘટનાસ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં સેનાના 16 જવાન શહીદ થયા છે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ઉત્તર સિક્કિમના ગેમામાં બની હતી. દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો, જે સવારે ચતનથી થંગુ તરફ આગળ વધ્યો હતો.
પીઆરઓ ડિફેન્સ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતના જણાવ્યા અનુસાર, જેમાના માર્ગ પર એક તીવ્ર વળાંક પર વાહન એકદમ ઢોળાવ પરથી નીચે આવી ગયું. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. દુર્ભાગ્યવશ, ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં મૃત્યુ પામ્યા હતા. ભારતીય સેના દુખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.
આ પણ વાંચો: છૂટી ગયો બિકિની કિલર ચાર્લ્સ શોભરાજ: ૧૯ વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઉત્તર સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સૈન્યના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું, એમ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.