04 December, 2024 06:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉટ્લ્સમાં મળતા પીવાના પાણી અને મિનરલ વૉટરને હવે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ (FSSAI) હાઈ રિસ્ક ફૂડ કૅટેગરીમાં મૂક્યું છે. એથી એ પ્રોડ્યુસ કરતી કંપનીએ લોકોની સુરક્ષિતતા જળવાઈ રહે એ માટે હવે એનું દર વર્ષે રેગ્યુલર ઇન્સ્પેક્શન પણ કરાવવું પડશે અને એનું ઑડિટ પણ કરાવવું પડશે. એ ઑડિટ પણ FSSAI દ્વારા અપ્રૂવ કરાયેલી થર્ડ પાર્ટી, ફૂડ સેફ્ટી એજન્સી કરશે. આ પહેલાં સરકાર દ્વારા ઑક્ટોબર મહિનામાં એના માટેના બ્યુરૉ ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના સર્ટિફિકેટની જરૂરિયાત કાઢી નાખવામાં આવી હતી. આથી FSSAI દ્વારા ગ્રાહકોના હિતમાં આ નિર્ણય લેવાયો હતો.