12 December, 2022 08:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી કરવામાં આવી છે. તેઓ શપથ લેશે એટલે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધીને ૨૮ થઈ જશે. સુપ્રીમ કોર્ટમાં કુલ જજની સંખ્યા ૩૪ હોવી જોઈએ. ૧૯૬૫ની ૯ ફેબ્રુઆરીએ જન્મેલા જસ્ટિસ દત્તા સુપ્રીમ કોર્ટમાં ૨૦૩૦ સુધી રહેશે. તેમના નામની ભલામણ સપ્ટેમ્બરમાં જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતામાં બનેલા સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી. તેઓ ૨૦૨૦ની ૨૮ એપ્રિલથી બૉમ્બે હાઈ કોર્ટના જજ તરીકે કાર્યરત છે.