14 October, 2022 11:26 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ (Delhi Airport) પર મૉસ્કો (Moscow Flight) થી દિલ્હી આવનારી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળતા હાહાકર મચી ગયો હતો. વિમાન લેન્ડિંગથી લઈ યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી એજન્સીએ તમામ સતર્કતા દાખવી છે. જો કે, હજી સુધી કંઈ શંકાસ્પદ મળ્યુ નથી. પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રિય સીઆઈએસએફને શુક્રવારે રશિયાની રાજધાની મૉસ્કોથી દિલ્હી આવી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ (Moscow to Delhi Flight) માં બોમ્બ હોવાની ધમકી મળી. અધિકારીઓએ જણાવ્યું કે સીઆઈએસએફને આ ફ્લાઈટમાં બોમ્બ હોવાનો એક ઈમેઈલ મળ્યો હતો.
ઈમેઈલમાં જણાવાયું હતું કે આજે વહેલી સવારે 3:20 પર જે ફ્લાઈટ(Moscow To Delhi)આવી રહી છે, તેમાં બોમ્બ છે. આ જાણકારી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય બચાવ ટીમને મોકલવામાં આવી અને વિમાનને રનવે 29 પર ઉતારવામાં આવ્યું. ફ્લાઈટમાં 386 મુસાફરો અને 16 ક્રુ મેમ્બર્સ સવાર હતા, જે તમામને ફ્લાઈટમાંથી સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે. આ સમગ્ર મામલની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ અનુસાર વિમાનની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી પરંતુ હજી સુધી કંઈ શંકાસ્પદ જાણવા મળ્યુ નથી. આ સાથે જ અધિકારીઓએ કહ્યું કે વિમાનને એક અલગ જગ્યા પર ઉભું રાખી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃGujarat: ગાંધીનગર જૂની સચિવાલયની બિલ્ડિંગમાં ફાટી નીકળી આગ
નોંધનીય છે કે આવી જ રીતે 14 જૂન, 2021ના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાહાકાર મચી ગયો હતો, જ્યારે કોઈએ દિલ્હી પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કરી પટના જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. જો કે તપાસ બાદ સામે આવ્યું હતું કે ફ્લાઈટમાં સવાર આકાશદીપે બોમ્બ હોવાની ખોટી જાણકારી આપી હતી.