04 February, 2023 05:05 PM IST | Imphal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મણિપુર (Manipur)માં શનિવારે ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ મણિપુરની રાજધાની ઇમ્ફાલ (Imphal)ના હટ્ટા કાંગજીબુંગ (Hapta Kangjeibung) વિસ્તારમાં થયો હતો. આ બ્લાસ્ટ એ જગ્યાએ થયો ત્યાં બોલિવૂડ અભિનેત્રી સની લીઓની (Sunny Leone)ના ફેશન શોના રેમ્પ વૉક માટે તૈયારીઓ ચાલી રહી હતી. સદ્નસીબે વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, શનિવારે ઇમ્ફાલમાં એક ફેશન શો ઇવેન્ટના સ્થળની નજીક ભયંકર વિસ્ફોટ થયો હતો. આ ફેશન શોમાં બોલિવૂડ અભિનેત્રી સની લીઓની રવિવારે હાજરી આપવાની છે. જો કે, મણિપુરની રાજધાનીના હટ્ટા કાંગજીબુંગ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પરંતુ, હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટમાં IED કે ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - સની લીઓની સાથે શોને કો-હોસ્ટ કરવા આતુર અર્જુન
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટ શનિવારે સવારે લગભગ ૬.૩૦ વાગ્યે થયો હતો. જે માત્ર કાર્યક્રમ સ્થળથી ૧૦૦ મીટર દૂર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, `ફેશન શો સ્થળ પર વિસ્ફોટક ઉપકરણ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
આ પણ વાંચો - જુઓ સની લિયોનીનો પોર્ન સ્ટારથી બૉલીવુડ સુધીનો સફર
ઇમ્ફાલ ઈસ્ટના એસપી મહારબમ પ્રદીપ સિંહે ANIને જણાવ્યું કે, ‘આ દુર્ધટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. અમને શંકા છે કે તે ચીની ગ્રેનેડ જેવું વિસ્ફોટક ઉપકરણ છે.’