25 January, 2023 11:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી
નવી દિલ્હી : અબજોપતિ ગૌતમ અદાણી હવે દુનિયાભરમાં ટોચના ૩ સૌથી વધુ ધનિકોમાં સામેલ નથી. બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સમાં તેઓ ચોથા સ્થાને આવ્યા છે.
ઍમેઝૉનના ફાઉન્ડર જેફ બેઝોસ હવે ત્રીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે, જ્યારે ટોચની બે પોઝિશન્સ પર બર્નાર્ડ આર્નોલ્ટ અને ઇલૉન મસ્ક છે. રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન મુકેશ અંબાણીએ પણ એક સ્થાને પીછેહઠ કરી છે અને તેઓ અત્યારે ૧૨મા સ્થાને છે.
આ પણ વાંચો : Gautam Adani આ રાજ્ય પાછળ ખર્ચશે 1 લાખ કરોડ રૂપિયા, બનાવ્યો જબરજસ્ત પ્લાન
છેલ્લા ૨૪ કલાકમાં અદાણીની નેટવર્થમાં ૮૭.૨૦ કરોડ ડૉલર (૭૧૧૫.૦૮ કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે, જ્યારે અંબાણીની નેટવર્થમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫.૭૦ કરોડ ડૉલર (૩૭૨૮.૮૯ કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે.
બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ અનુસાર દુનિયાના ટોચના ૧૫ ધનવાનોમાંથી માત્ર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની જ નેટવર્થમાં આ વર્ષે ઘટાડો થયો છે.