midday

Delhi New CM: રેખા ગુપ્તા બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, 20 ફેબ્રુઆરીએ લેશે શપથ

20 February, 2025 07:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં વરિષ્ઠ નેતા રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. રેખા ગુપ્તા આવતીકાલે, 20 ફેબ્રુઆરીએ બપોરે 12:35 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બનશે, ભાજપાને આ પદ પર 27 વર્ષ પછી જીત મળી

રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બનશે, ભાજપાને આ પદ પર 27 વર્ષ પછી જીત મળી

દિલ્હીમાં મુખ્યમંત્રી પદ માટે ચાલતી ચર્ચાનો આખરે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં વરિષ્ઠ નેતા રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. રેખા ગુપ્તા આવતીકાલે, 20 ફેબ્રુઆરીએ બપોરે 12:35 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં આયોજાશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય ભાજપ નેતાઓની હાજરી રહેવાની અપેક્ષા છે.

રેખા ગુપ્તા દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનારા ધારાસભ્ય છે અને હાલમાં ભાજપ દિલ્હી એકમના મહાસચિવ તરીકે સેવા આપે છે. તેમણે ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી છે. 50 વર્ષીય રેખા ગુપ્તાનો જન્મ હરિયાણાના જીંદ જિલ્લાના નંદગઢ ગામમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેમની રાજકીય કારકિર્દી 2003-04માં ભાજપ યુવા મોરચામાં જોડાવાથી શરૂ થઈ હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય ભાજપ-એનડીએ નેતાઓ આ સમારોહમાં હાજરી આપશે. સુરક્ષા માટે SPG, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. રેખા ગુપ્તાએ લેફ્ટનન્ટ ગવર્નરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેમના નેતૃત્વ હેઠળ દિલ્હીના વિકાસ અને સુશાસન માટે નવી નીતિઓ અને યોજનાઓ ઘડવામાં આવશે તેવી અપેક્ષા છે. રેખા ગુપ્તાની ચૂંટણી અને શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પળ ગણાશે. તેમના નેતૃત્વમાં દિલ્હીના લોકોને વિકાસ અને સુશાસનની નવી દિશા મળશે તેવી આશા છે. ભાજપના ધારાસભ્ય દળે રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદ માટે ચૂંટ્યું છે. તેઓ 20 ફેબ્રુઆરીએ બપોરે 12:35 કલાકે શપથ લેશે. શપથ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે, જ્યાં લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના તેમને અને તેમની કેબિનેટને શપથ લેવડાવશે.

એવી પણ શક્યતા છે કે તેમના શપથ સમારોહમાં રાજકારણીઓ ઉપરાંત, બોલિવૂડની કેટલીક હસ્તીઓ અને પ્રખ્યાત સંતો-મહંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.  આવનારા દિવસોમાં રેખા ગુપ્તાની નીતિઓ અને પ્રભાવશાળી કારકિર્દી પર બધાની નજર રહેશે. 27 વર્ષ પછી, દિલ્હીમાં ભાજપના કોઇ નેતા મુખ્યમંત્રી પદ સંભાળશે. રાજકીય સ્તરે ચાલતી ચર્ચાોમાં અનેક નેતાઓના નામની ચર્ચા મુખ્યમંત્રી બનવાની અટકળો સાથે કરાઇ હતી જો કે આ ચર્ચામાં સૌથી મોટો દાવો રેખા ગુપ્તાના નામે જ કરવામાં આવ્યો હતો. કેટલીક અહેવાલોમાં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે રેખા ગુપ્તાને સંઘની મંજૂરી મળી ગઈ હતી અને ભાજપે પણ તેમને મુખ્યમંત્રી પદ માટે પસંદ કરી લીધા હતા.

રેખા ગુપ્તા બાળપણમાં જ અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિદ્યાર્થી વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાઈ ગયાં હતાં. આ પછી, દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન, તેઓ દૌલત રામ કોલેજમાં સચિવ તરીકે ચૂંટાઈને સફળ થયા હતા. 1995-96માં, તેમણે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી અને પ્રમુખ બન્યા હતા. રેખાએ આ પછી એલએલબી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

delhi cm delhi news national news rekha gupta bhartiya janta party bjp narendra modi indian politics