14 October, 2024 08:33 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
મિથિલેશ કુમાર
બિહારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સીતામઢીના વિધાનસભ્ય મિથિલેશ કુમારે દશેરા નિમિત્તે શનિવારે સીતામઢી જિલ્લામાં છોકરીઓને તલવારો વહેંચતાં વિવાદ થયો હતો.
સીતામઢી શહેરના કાપ્રોલ રોડ પરના પૂજા-મંડપમાં શસ્ત્રપૂજન કર્યા બાદ મિથિલેશ કુમારે છોકરીઓને તલવારો આપતાં આહ્વાન કર્યું હતું કે ‘જો કોઈ માણસ બહેન-દીકરીઓને ખરાબ રીતે સ્પર્શ કરે તો આ તલવારથી તેના હાથ કાપી નાખજો. આપણે જ આપણી બહેન-દીકરીઓને તેમને હાથ લગાવનારા લોકોના હાથ કાપવા સક્ષમ કરવી પડશે અને જરૂર પડ્યે એ કામ આપણે કરીશું. આપણી બહેન-દીકરીઓ પર ખરાબ નજર ધરાવતાં એ તમામ તત્ત્વોનો આપણે ખાતમો કરવો પડશે.’