રાહુલ ગાંધીની શ્રીરામ સાથે સરખામણીનો બીજેપીએ વાંધો ઉઠાવ્યો

28 December, 2022 09:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીજેપીના નેતા અને સંસદસભ્ય દુષ્યંત ગૌતમે કૉન્ગ્રેસના નેતા સલમાન ખુરશીદની આકરી ટીકા કરી છે

ફાઇલ તસવીર

બીજેપીના નેતા અને સંસદસભ્ય દુષ્યંત ગૌતમે કૉન્ગ્રેસના નેતા સલમાન ખુરશીદની આકરી ટીકા કરી છે, કેમ કે તેમણે રાહુલ ગાંધીની સરખામણી ભગવાન શ્રીરામની સાથે કરી હતી.

દુષ્યંતે કહ્યું હતું કે ‘જો રાહુલ ગાંધી શ્રીરામના અવતાર છે તો તેમણે પોતાની સેનાને કહેવું જોઈએ કે તેઓ કયો પ્રસાદ ખાય છે કે જેના લીધે તેમને ઠંડી લાગતી નથી. તેમની સેનાના લોકો કપડાં વગર કેમ ફરતા નથી. ભારત જોડો યાત્રામાં સામેલ કૉન્ગ્રેસ પાર્ટીના લોકોએ કપડાં વિના યાત્રા કરવી જોઈએ.

આ પહેલાં કૉન્ગ્રેસના સિનિયર નેતા સલમાન ખુરશીદે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી સુપરમાનવ છે. આપણે ઠંડીથી થરી જઈએ છીએ અને જૅકેટ પહેરીએ છીએ. જોકે રાહુલ ભારત જોડો યાત્રામાં માત્ર ટી-શર્ટમાં ચાલી રહ્યા છે. તેઓ એક યોગીની જેમ છે કે જેઓ લક્ષ્ય મેળવવા તપસ્યા કરી રહ્યા છે. ભગવાન રામની ‘ખડાઉં’ ખૂબ દૂર સુધી પહોંચે છે. એ જ રીતે અમે યુપીમાં ખડાઉં લઈને 
જઈ રહ્યા છીએ. હવે ખડાઉં યુપી પહોંચી ગયું છે, રામજી (રાહુલ ગાંધી) પણ અહીં આવશે.

સલમાન ખુરશીદના સ્ટેટમેન્ટ પર રામજન્મભૂમિના મુખ્ય મહંત આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ વાંધો ઉઠાવ્યો હતો.

national news congress rahul gandhi bharatiya janata party