વાયનાડમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સામે BJPએ નવ્યા હરિદાસને આપી ટિકિટ

20 October, 2024 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩મી નવેમ્બરે આ બેઠક પર મતદાન થવાનું છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા, નવ્યા હરિદાસ

કેરલામાં વાયનાડ લોકસભા બેઠક પર થનારી પેટા-ચૂંટણી માટે કૉન્ગ્રેસનાં ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવ્યા હરિદાસને ટિકિટ આપી છે. ૧૩મી નવેમ્બરે આ બેઠક પર મતદાન થવાનું છે. આ બેઠક પર કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI)એ સત્યન મોકેરીને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૪માં તેમણે આ બેઠક પર ચૂંટણી લડી હતી.

national news india kerala priyanka gandhi bharatiya janata party congress political news