ઉત્તર પ્રદેશમાં BJPના ઉમેદવાર ફૉર્મ ભરવા દોડીને પહોંચ્યા

11 May, 2024 12:14 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ગુરુવારે બપોરે ૩ વાગ્યે ઉમેદવારી નોંધાવવાનો સમય પૂરો થાય એની ૧૦ મિનિટ પહેલાં જ તેઓ પહોંચ્યા હતા.

શશાંક મણિ ત્રિપાઠી

ઉત્તર પ્રદેશના દેવરિયામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર શશાંક મણિ ત્રિપાઠીએ ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટરની ઑફિસમાં મોડા ન પહોંચાય એથી છેલ્લા ૧૦૦ મીટરનું અંતર એક દોડવીરની જેમ દોડીને પાર કર્યું હતું. ગુરુવારે બપોરે ૩ વાગ્યે ઉમેદવારી નોંધાવવાનો સમય પૂરો થાય એની ૧૦ મિનિટ પહેલાં જ તેઓ પહોંચ્યા હતા.

ઉમેદવારી નોંધાવતાં પહેલાં ત્રિપાઠી એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, જ્યાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ પ્રવચન કર્યું હતું. આ ઇવેન્ટ લાંબી ચાલી અને એથી ત્રિપાઠીને ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટરની ઑફિસ સુધી પહોંચવામાં મોડું થયું હતું અને એથી ૫૪ વર્ષના આ નેતા પાસે ઉમેદવારી નોંધાવવા માટે માત્ર ૧૫ મિનિટ બચી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હું કૉલેજમાં રનર હતો અને એનો ઉપયોગ મેં ઉમેદવારી નોંધાવતી વખતે કર્યો.

શશાંક મણિ ત્રિપાઠીના પિતા પ્રકાશ મણિ ત્રિપાઠી ૧૯૯૬માં દેવરિયા બેઠકના સંસદસભ્ય હતા. તેમના દાદા સૂરતનારાયણ ત્રિપાઠી સરકારી અમલદાર હતા અને ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં વિધાનસભ્ય હતા.

national news uttar pradesh bharatiya janata party Lok Sabha Election 2024